સમાચાર

અમરેલીનાં યુવકે પશ્ચિમ બંગાળનાં મુખ્‍યમંત્રીને શ્રીરામનું વોલ સ્‍ટીકર શુભેચ્‍છા ભેટ તરીકે મોકલ્‍યું

અમરેલી, તા.3

અમરેલીના સામાજિક કાર્યકર્તા ચિંતન ઠાકર દ્વારા મમતા બેનર્જીને શ્રીરામનું વોલ સ્‍ટીકર શુભેચ્‍છા ભેટ તરીકે મોકલવામાં આવ્‍યું. ઉલ્‍લેખનીય છે કે છેલ્‍લા કેટલાય સમયથી બંગાળની પરિસ્‍થિતિ ખરાબ થઈ રહી છે. પોતે અગાઉ જયારે ર008ના વર્ષમાં બંગાળ એક રેલી માટે ગયા હતા. ત્‍યારે ત્‍યાંની પરિસ્‍થિતિ બગડેલી હોવાનું તેઓને લાગ્‍યું હતું. બંગાળમાં બાંગ્‍લાદેશી ઘૂસણખોરોની સંખ્‍યા ખૂબ જ મોટી સંખ્‍યામાં છે. જેને લઈને અનેક આંદોલનો પણ થયા છે. બંગાળની સરકારો દ્વારા આવા લોકોને પોતાની વોટ બેન્‍ક માટે ખૂબ સહેલાઈથી ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડ પુરા પાડવામાં આવે છે. જેના લીધે ત્‍યાંની વસ્‍તીમાં આવા લોકોનો ખૂબ જ વધારો છેલ્‍લા કેટલાક વર્ષોમાં થઈ રહયો છે. પરિણામે ત્‍યાં ભારતીયો ધીરે ધીરે લઘુમતીમાં મૂકાવા લાગ્‍યા છે અનેબંગાળ બીજુ કાશ્‍મીર બનવા તરફ આગળ વધી રહયું છે.

સ્‍વામી વિવેકાનંદ, રવીન્‍દ્રનાથ ટાગોર અને ઈશ્‍વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરૂષોની ભૂમિમાં દિવસેને દિવસે હિંસાત્‍મક બનાવો વધી રહયા છે. દુર્ગાપૂજા કે મૂર્તિ વિસર્જન સમયે પોતાની મતબેન્‍ક સાચવવા અનેક તકલીફો ઉભી કરવામાં આવી રહી છે. અને હવે પ્રભુ શ્રીરામના દેશમાં શ્રીરામનું નામનું લેનારા લોકોને જેલમાં બંધ કરવામાં આવી રહયા છે. આ એજ રાજકીય લોકો છે જે સંવિધાન ખતરામાં છે એવી બુમરાણ મચાવી રહયા છે. આવા લોકોની સાથે જનજાગૃતિ માટે આગામી સમયમાં આવા અનેક આશ્ચર્યજનક કાર્યક્રમો થવાના છે. નેશનલ રજિસ્‍ટર ઓફ સીટીઝન્‍સ ઓફ ઈન્‍ડિયા ડ્રાફટનો અમલ થવાથી આવા બાંગ્‍લાદેશી ઘૂસણખોરોને પરત જવું પડશે. જેના લીધે પોતાની મતબેન્‍ક ખતરામાં હોવાનું લાગતા આ લોકો હવે રઘવાયા થયા છે. ચિંતન ઠાકર દ્વારા મમતા બેનર્જીને શ્રીરામનું વોલ સ્‍ટીકર શુભેચ્‍છા ભેટ તરીકે મોકલી એક એવો સંદેશો દેવાનો પ્રયાસ છે કે સંવિધાન નહીં પશ્ચિમ બંગાળ ખતરામાં છે.

error: Content is protected !!