સમાચાર

સુપ્રસિદ્ધ ભૂરખીયા હનુમાનજી મંદિરે સેવાભાવીઓ દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન

સુપ્રસિઘ્‍ધ યાત્રાધામ ભૂરખીયા હનુમાનજી મંદિરે સફાઈ મિલિટરીની છાપ ધરાવતી અમદાવાદની બાપા સીતારામ ટ્રસ્‍ટનું સફાઈ અભિયાન દિવસે પોતાના પરિવારના ગુજરાન માટે કામ, ધંધો, વેપાર, બિઝનેસ, ઉદ્યોગ કરતા સુખી સંપન્‍ન પરિવારના યુવાનોની અમદાવાદ સ્‍થિત સંસ્‍થા બાપા સીતારામ ટ્રસ્‍ટ સફાઈ મિલિટરીની છાપ ધરાવે છે. આ યુવાનોનું હોલીડે એટલે ગુજરાતનું કોઈ પણ એક ધર્મ સ્‍થાન પસંદ કરી પોતાના સ્‍વ ખર્ચે પહોંચી જાયછે. કચરા પોતા, ડસ્‍ટબીન, ફીનાઈલ, સાવરણા, સુપડા, સુપડી, એસિડ સહિત સમાન યુનિફોર્મમાં સજજ થઈ મિલિટરી માફક ધર્મ સ્‍થાનનો ખૂણે ખૂણો સાફ સફાઈ કરે છે. ગુજરાત ભરમાં દરેક ધર્મ સ્‍થાન સોમનાથ, દ્વારકા, અરણેજ થી બુટભવાની મંદિર, રાજપરા ખોડીયાર, સતાધાર, કચ્‍છ માતાનો મઠ, બગદાણા, ચોટીલા, કાગવડ સહિતના ધર્મ સ્‍થાન પૈકી કોઈ પણ એક ધર્મ સ્‍થાનમાં દર રવિવારે સ્‍વ ખર્ચે પહોંચી સુંદર સફાઈ અભિયાન આદરે છે. અને સાથે સ્‍વયં શિસ્‍ત માટે અપીલ કરે છે. પદ પ્રતિષ્ઠા, માન સન્‍માન કે પ્રસિઘ્‍ધિની કોઈ અપેક્ષા વગર સફાઈ અભિયાન ચલાવે છે.

error: Content is protected !!