સમાચાર

અમરેલીના મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયાની એનસીયુઆઈના મહિલા વીંગના ડાયરેકટર તરીકે વરણી

દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા, અશ્‍વિનભાઈ સાવલીયા દ્વારા આવકાર

અમરેલીના મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયાની એનસીયુઆઈના મહિલા વીંગના ડાયરેકટર તરીકે વરણી

સતત બીજી વખત નિમણુંક પામ્‍યા

અમરેલી,તા.1

અમરેલી જિલ્‍લાના મહિલા સહકારી આગેવાન જિલ્‍લા સહકારી બેંક, જિલ્‍લા સહકારી દૂધ સંઘ અમર ડેરી, અમરેલી જિલ્‍લા સહકારી સંઘ, ભાગ્‍યલક્ષ્મી ક્રેડીટ સોસાયટીના ચેરપર્સન, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ, ગુજરાત રાજય સહકારી સંઘનાં મહિલા ડિરેકટર, કું. ભાવના ગોંડલિયાની સહકારી સુઝબુઝ અને કામગીરીને ઘ્‍યાને લઈને ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાષ્‍ટ્રિય કક્ષાએ નિમણૂંક કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુબજ રાષ્‍ટ્રિય સહકારી સંઘના મહિલા વિભાગના ડિરેકટર તરીકે ગુજરાતમાંથી અમરેલીના સહકારી આગેવાન ભાવના ગોંડલીયાની પસંદગી કરવામાં આવી છે. રાષ્‍ટ્રિય સહકારીસંઘ (એન.સી.યુ.આઈ.)ના અઘ્‍યક્ષ ચંદ્રપાલસિંહ યાદવ દ્વારા પસંદગી પર મહોર લગાડવામાં આવી છે. આગામી દિવસોમાં દેશ ભરમાં સહકારી ક્ષેત્રમાં મહિલાઓ પણ ખભે ખભો મિલાવીને દેશના વિકાસમાં યોગદાન આપશે.

અત્રેથી ભાવના ગોંડલીયાનું સંપર્ક કરતાં તેઓએ જણાવ્‍યું હતું કે, એન.સી.યુ.આઈ.ના માઘ્‍યમથી દેશભરની મહિલાઓમાં સહકારી ક્ષેત્રનું શિક્ષણ આપવામાં આવશે. તેમજ દેશભરની મૃતપાય સંસ્‍થાઓ પુનઃ જીવિત કરવા તેમજ નવી સંસ્‍થાઓ ઉભી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં મારી પસંદગી થતાં. સહકારી ક્ષેત્રના તમામ રાષ્‍ટ્રિય તેમજ રાજયના આગેવાનોનો અત્રેથી આભાર માનુ છું.

આ નિમણૂંક થતા રાજય સહકારી સંઘના ચેરમેન ઘનશ્‍યાભાઈ અમની, નાફસ્‍કોબના ચેરમેન દિલિપભાઈ સંઘાણી, રાજય સહકારી સંઘના મહિલા પાંખના પ્રમુખ દિપ્‍તીબેન પટેલ, અમરેલી અમરડેરીના ચેરમને અશ્‍વિનભાઈ સાવલીયા, અમરેલી માર્કેટીંગના પ્રમુખ પી.પી. સોજીત્રા સહિત સહકારી આગેવાનોએ અભિનંદન પાઠવ્‍યા છે.

error: Content is protected !!