સમાચાર

અમરેલીનાં જશ સોજીત્રાએ ર16 મીટરની યંચાઈએથી છલાંગ લગાવી : સાઉથ આફ્રિકામાં દેશનું ગૌરવ વધાર્યુ

સેન્‍ટમેરી સ્‍કૂલનાં વિદ્યાર્થી

અમરેલીનાં જશ સોજીત્રાએ ર16 મીટરની યંચાઈએથી છલાંગ લગાવી

સાઉથ આફ્રિકામાં દેશનું ગૌરવ વધાર્યુ

અમરેલી, તા. 31

બાળકોવેકેશનમાં પણ સહ અભ્‍યાસિક પ્રવૃતિમાં પ્રવર્તમાન ડો. સોજીત્રાનાં પુત્ર જશ જે સેન્‍ટ મેરી સ્‍કૂલમાં ધો.9 માં અભ્‍યાસ કરે છે, તેમણે વેકેશનમાં સાઉથ આફ્રિકા ખાતે આવેલ ફેસ એડ્રેલીન કલબ ર્ેારા એડવેન્‍ચર સ્‍પોટર્સમાં વિશ્‍વનાં શ્રેષ્ઠ ઉચામાં ઉંચી કે જેનો ગીનીશ બુકમાં રેકોર્ડ નોંધાયેલ છે, તે જગ્‍યાએ મીટરની ઉંચાઈએથી બોડી પર હારનેસ કરી બ્‍લુ કિશન બ્રીજ પરથી સૌથી નાની વયે 14 વર્ષના જશે છલાંગ લગાવી નાની વયનો રેકોર્ડ કરેલ છે, જે બદલ અમરેલી જિલ્‍લો, ગુજરાત રાજયને ભારત દેશ માટે ગૌરવની વાત છે, આ જગ્‍યાએથી મોટી ઉંમરનાં છલાંગ તો લગાવે જ છે. જશે જંપ મારતા જણાવેલ કે જંપ મારતાની સાથે જ 1 મિનિટ હૃદય બંધ પડી ગયુ. આ સાથે જીપ લાઈનમાં ઉંચા ઉંચા પર્વતોની વચ્‍ચે બે કલાકનું ટ્રેકીંગ કરેલ, રફ અને પથરાળ જંગલનાં રસ્‍તાઓમાં મોટર સાઈકલીંગ કરેલ, આ નાની વયે સિઘ્‍ધિ પ્રાપ્‍ત કરવા બદલ સ્‍કૂલનાં પ્રિન્‍સિપાલ ફાધર જોય જોસેફ હોનહાર બહાદુર સોજીત્રા જશને ફૂલહાર કરી સન્‍માનિત કરવામાં આવેલ. સાથે ડો. સોજીત્રા તથા મનીષાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સ્‍કૂલનાં પી.ટી. સર આઈ.પી. બારડે આ મોબાઈલ યુગમાંથી બાળકોને સહ અભ્‍યાસિક અને સાહસિક પ્રવૃતિમાં ભાગ લેવા મોકલવા માટે ધન્‍યવાદ પાઠવેલ છે. શાળાનાં ઓ.એસ. દેવાંગભાઈ તથાસમગ્ર શાળા પરિવારે જશને ખૂબ ખૂબ અભિનંદન       પાઠવેલ છે.

error: Content is protected !!