સમાચાર

પૂ. મોરારિબાપુના વરદ્‌હસ્‍તે તલગાજરડામાં બાળ ચિત્રોના કેલેન્‍ડર વિમોચન થયું

પૂ. મોરારિબાપુના વરદ્‌હસ્‍તે

ભાવનગરની પ6 પ્રાથમિક શાળાઓ અને ભાલ વિસ્‍તારની 17 શાળામાં પુસ્‍તક અર્પણ

તલગાજરડામાં બાળ ચિત્રોના કેલેન્‍ડર વિમોચન થયું

દામનગર, તા.31

વર્ષ ર009 થી કાર્યન્‍વિત શિશુવિહાર બાળ પુસ્‍તકાલયના ઉપક્રમે સતત દસમાં વર્ષે ભાવનગર શહેરની પ6પ્રાથમિક શાળાઓ તથા ભાલ વિસ્‍તારની 17 પ્રાથમિક શાળાઓના બાળકોને પરમ પૂ. મોરારિબાપુના વરદ્‌ હસ્‍તે 100-100 બાળ પુસ્‍તકો અર્પણ થયા.

ગાંધી 1પ0 ની ઉજવણી સાથે વિદ્યાર્થીઓ માટે બાળ પુસ્‍તકોના વિષય વસ્‍તુને સાંકળી ગાંધીજીના રચનાત્‍મક કાર્યો વિષયે વકૃત્‍વ કથન અને ચિત્ર આલેખન યોજાયેલ અને ઉત્તમ ચિત્રોને લઈ વર્ષ – ર019/ર0 માટેનું શૈક્ષણિક કેલેન્‍ડર તૈયાર કરવામાં આવ્‍યું.

આજે તલગાજરડાના પવિત્ર માહોલમાં પૂ. બાપુના વરદ્‌ હસ્‍તે બાળ ચિત્રોના કેલેન્‍ડરનું વિમોચન થયું આ પ્રસંગે શિશુવિહાર સંસ્‍થા દ્વારા સતત છઠ્ઠા વર્ષે તૈયાર થયેલ ચિત્રોના કેલેન્‍ડરને આવકારતા બાપુએ આશિર્વાદ આપ્‍યા હતા.

error: Content is protected !!