Amreli Express

Daily News Papers

સમાચાર

રાજુલાનાં કોટડી ગામે ખુલ્‍લા પ્‍લોટમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડતી એસઓજી

અમરેલી, તા.30

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃતિઓ નેસ્‍ત-નાબુદ કરવા તથા પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા તેમજ કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે તા.ર9/પના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર.કે. કરમટા તથા એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે રાજુલાના કોટડી ગામમાં ખુલ્‍લા પ્‍લોટમાં જાહેરમાં અમુક ઈસમો જુગાર રમે છે. તેવી હકીકત મળતા બાતમીમાં વર્ણન વાળી જગ્‍યાએ રેઈડ કરતા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીમાં (1) મનુભાઈ વલકુભાઈ વરૂ, (ર) મગનભાઈ હમીરભાઈ જાદવ, (3) અશોકભાઈ મંગળુભાઈ વરૂ, (4) સુરેશ ભાભલુભાઈ કોટીલા, (પ) મહેશભાઈ મંગળુભાઈ વરૂ રહે. તમામ કોટડી તા. રાજુલા.

ફરાર આરોપી (6) વનરાજ ચંપુ ધાખડા, (7) ભગીરથ મણકુભાઈ કોતીલા રહે. બન્‍ને કોટડી, તા. રાજુલા, જિ. અમરેલી.

પકડાયેલ મુદામાલ : ઉપરોકત પાંચઆરોપીઓ પાસેથી રોકડ રૂા. રપ,690 તથા ગંજીપતાના પાના નંગ-પર તથા મોબાઈલ નંગ-6 કિંમત રૂા. 1પ,000 તથા ઝગટ કાર કિંમત રૂા. 7,00,000 કુલ મુદામાલ સહિત કિંમત રૂા. 7,40,690 સાથે રેઈડ દરમિયાન પકડાયેલ હોય તેની સામે જુગાર ધારા હેઠળ રાજુલા પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ આપી વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.

error: Content is protected !!