Amreli Express

Daily News Papers

સમાચાર

સાવરકુંડલાનાં જૈન વિદ્યાર્થી ગૃહમાં યોજાયેલ સમરકેમ્‍પ

જૈન વિદ્યાર્થીમાં ધાર્મિક સંસ્‍કરણ, સંસ્‍કારનું સિંચન, તેજસ્‍વી બુઘ્‍ધિશકિત, શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુસર કાર્ય કરતી સંસ્‍થાસાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહ અને જીત પરિવાર દ્વારા આયોજિત ભભસમરકેમ્‍પભભમાં કુલ 107 જૈન વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ-પ થી 8માં અભ્‍યાસ કરતા હોય તેમણે ભાગ લીધો હતો. ભાવનગરના ભરતભાઈ વાઘેલાએ વિદ્યાર્થીને મોટીવેટ કરી બોર્ડીંગ જીવનનું મહત્‍વ સમજાવેલ. ત્‍યારબાદ તેની સાથે આવેલ પ્રકાશ જાદવ અને આશિષ ભટ્ટીએ વિદ્યાર્થીઓને યોગા, મીડ બ્રેઈન, ફન એન્‍ડ લર્ન પર્સાનાલીટી ડેવલોપમેન્‍ટ, આર્ટ ક્રાફટ, પઝલ ગેમ જેવી એકટીવીટી દ્વારા જ્ઞાન સાથે ગમ્‍મત પુરૂ પાડેલ. સમરકેમ્‍પના છેલ્‍લા દિવસે વાલી સાથે વાર્તાલાપ અને બાળકનો સંપૂર્ણ વિકાસ બોર્ડીંગ જીવનથી થાય છે તે સમજાવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીત પરિવારના સભ્‍ય સમીરભાઈ વખારીયા, દિવ્‍યાંગભાઈ, નિલેશભાઈ ગાંધી અને સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહના મુંબઈ સ્‍થિત વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍ય શૈલેષભાઈ શેઠ, અશોકભાઈ પારેખ, સાવરકુંડલા સ્‍થાનિક સમિતિના સભ્‍યો હાજર રહેલ.

error: Content is protected !!