Amreli Express

Daily News Papers

સમાચાર

સાવરકુંડલામાં નરેન્‍દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે માટે પદયાત્રા યોજાઈ

સાવરકુંડલા, તા. ર4

નરેન્‍દ્ર મોદી ફરીવાર વડાપ્રઘન બને તે માટે સાવરકુંડલાથી કરજાળા હનુમાનજી મંદિર સુધી પદયાત્રાનું ભવ્‍ય આયોજન કરેલ જેમાં 100 વ્‍યકિત જોડાયા.

આ પહેલા ર004માં મુખ્‍યપ્રધાન થવાના હતા ત્‍યારે નરેન્‍દ્ર મોદી ગુજરાતમાં હતા ત્‍યારે પણ આ પદયાત્રાનું આયોજન કરેલ. પછી ર014માં ભારતના વડાપ્રધાન બને ત્‍યારે પણ સરસ પદયાત્રાનું આયોજન કરેલ અને હવે ર019માં ફરીવાર મોદી દેશના વડાપ્રધાન બને ત્‍યારે પણ સરસ પદયાત્રાનું આયોજન કરેલ. આમ ત્રણ વાર સરસ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ કૌશિકભાઈ ગૌસ્‍વામી ઘ્‍વારા 7 હનુમાન ચાલીસાના પાઠ ભણાવવામાં આવેલ. આ સુંદર પદયાત્રાનું આયોજન રાજુ નાગ્રેચા, ગૌતમ સાવજ, પ્રણવ વસાણી, જિજ્ઞેશ ગળથીયા, ભારત ભુપતાણી, નિલેશ સુચક, હિરેન વનરા, પિયુષ મશરૂએ કરેલ.

error: Content is protected !!