Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી લોકસભા ચૂંટણીમાં નારણભાઈ કાછડીયાનો ભવ્‍ય વિજય

કોંગ્રેસનાં કદાવર નેતા પરેશ ધાનાણીનો ર લાખ મતોથી પરાજય

અમરેલી લોકસભા ચૂંટણીમાં નારણભાઈ કાછડીયાનો ભવ્‍ય વિજય

સંસદીય મત વિસ્‍તારનાં તમામ 7 વિધાનસભા વિસ્‍તારમાંથી ભાજપને જંગી લીડ મળી

ભાજપનાં 3-3 કદાવર નેતાઓને પરાજિત કરનાર કોંગી ઉમેદવારને પરાજિત કરીને કાછડીયાએ બદલો વાળી લીધો

અમરેલી, તા. ર3

અમરેલી લોકસભાની રસાકસીભરી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું તેમાં ભાજપનાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાનો ર લાખ મતની સરસાઈથી વિજય થતાં સંસદીય વિસ્‍તારનાં ભાજપીઓમાં હરખની હેલીનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલીનાં ભાજપી ઉમેદવાર નારણભાઈ કાછડીયા ર લાખ મતોથી વિજેતા થતાં સમગ્ર મત વિસ્‍તારનાં ભાજપી કાર્યકર્તાઓ ઘ્‍વારા ભવ્‍ય વિજયોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી અને સાંજના સમયે ભવ્‍ય વિજય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉમટીપડી હતી.

આજે મતગણતરીનાં પ્રથમ રાઉન્‍ડથી લઈને અંતિમ તબકકા સુધી સતત ભાજપનાં ઉમેદવારની સરસાઈ વધતી રહી ને છેલ્‍લ ર લાખ સુધી સરસાઈ પહોંચી હતી.

ભાજપનાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાએ સતત ત્રીજી વખત વિજેતા થઈને હેટ્રીક નોંધાવી હતી અને કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપનાં ત્રણ ત્રણ કદાવર નેતા આપેલ પરાજયનો બદલો વાળી લીધો હતો.

error: Content is protected !!