સમાચાર

અમરેલીની ઓકસફર્ડ સ્‍કૂલની વિદ્યાર્થીની સૃષ્‍ટિ ગોલ સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાને

સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધારતી ઘટના

અમરેલીની ઓકસફર્ડ સ્‍કૂલની વિદ્યાર્થીની સૃષ્‍ટિ ગોલ સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાને

ઓકસફર્ડ સ્‍કૂલ પરિવાર ર્ેારા શુભેચ્‍છા પાઠવાઈ

અમરેલી, તા. ર1

આજે ગુજરાત રાજયનું ધો.10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાં ઓકસફર્ડ સ્‍કૂલની વિદ્યાર્થીની ગોલ સૃષ્‍ટિ પરેશભાઈ 99.99% પીઆર સાથે પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઈ હતી.                         સૃષ્‍ટિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ થતાં શિક્ષણ જગતમાં ઓકસફર્ડ સ્‍કૂલ અને અમરેલીનું પણ ગૌરવ વધારેલ છે. ઓકસફર્ડ સ્‍કૂલનાં સંચાલક મયુરભાઈએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે અમોને ખ્‍યાલ હતો જ કે જે રીતે સૃષ્‍ટિનું અત્‍યાર સુધીનું બેસ્‍ટ પરફોર્મન્‍સ હતું એટલે તેનો ગુજરાતમાં નંબર આવશે જ અને આવ્‍યો પણ, આ તબક્કે મયુરભાઈ સૃષ્‍ટિ અને તેમના માતા પિતાને પણ અભિનંદન પાઠવ્‍યા હતા અને આજે ગોલ સૃષ્‍ટિ પરેશભાઈનાં સમગ્ર પરિવારમાં અને ઓકસફર્ડ સ્‍કૂલમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

error: Content is protected !!