સમાચાર

અમરેલી જિલ્‍લાનું ધોરણ-10નું પરિણામ 61.6પ ટકા

લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ-10નું પરિણામ જાહેર થયું

અમરેલી જિલ્‍લાનું ધોરણ-10નું પરિણામ 61.6પ ટકા

એ-વનમાં 49 વિદ્યાર્થીઓ અનેએ-ટુમાં પ76 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો

અમરેલી, તા.ર1

ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં અમરેલી જિલ્‍લાનું પરિણામ 61.6પ ટકા આવેલ છે. જેમાં એ-વનમાં 49 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ     થાય છે.

આગામી ગુરૂવારના રોજ લોકસભાની ચૂંટણીઓના પરિણામ જાહેર થાય તે પહેલા જ થોડા દિવસ અગાઉ ધોરણ-1ર સાયન્‍સનું પરિણામ જાહેર થયું હતું અને આજે ધોરણ-10નું પરિણામ જાહેર થવા પામેલ છે. ત્‍યારે આ પરિણામની સિઝનમાં હવે ધોરણ-1ર સામાન્‍ય પ્રવાહનું પણ પરિણામ થોડા દિવસોમાં આવી જશે.

આજે અમરેલી જિલ્‍લામાં ધોરણ-10માં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ હતા 18,પપ4 તેમાં એ-વનમાં 49 વિદ્યાર્થીઓ, એ-ટુમાં પ76 વિદ્યાર્થીઓ, બી-વનમાં 1પપ3 વિદ્યાર્થીઓ, બી-ટુમાં 31ર8 વિદ્યાર્થીઓ, સી-વનમાં 4ર06 તથા સી-ટુમાં 1787 વિદ્યાર્થીઓનો સમાવેશ    થાય છે.

અમરેલી જિલ્‍લાનું કુલ પરિણામ 61.6પ ટકા જાહેર થવા પામેલ છે.

આજે વહેલી સવારે જ વેબસાઈટ ઉપર ધોરણ-10નું પરિણામ મેળવવા માટે થઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. કેટલાંક વિદ્યાર્થીઓ તો ગઈકાલ મોડી રાત્રી પછી સતત મોબાઈલ ફોનમાં ધોરણ-10નું પરિણામ જોઈ અને રાત ઉજાગરા પણ કર્યા હતા.

error: Content is protected !!