Amreli Express

Daily News Papers

સમાચાર

વડીયા અને મોરવાડાની સિમવિસ્‍તારના ખેતરોમાં ચાર-પાંચ દિવસથી દીપડાના દર્શનથી ખેડૂતોમાં ફફડાટ

વડીયા અને મોરવાડા ગામની સીમમાં દીપડાના ચાર-પાંચ દિવસથી ધામા હોવાનું વડીયાના ખેડૂત મુસાભાઈ સાડેકી જણાવી રહયા છે. છેલ્‍લા ચાર-પાંચ દિવસથી અમારી વાડીએ પાણી પીવા આવે છે. ગત દિવસે રાત્રીના હું વાડીએ આવ્‍યો ત્‍યારે મારા ઉપર દીપડાએ છલાંગ લગાવી હતી હું બાઈક છોડીને વાડીએ રૂમમાં પુરાઈ ગયો ત્‍યારબાદ દીપડો કુતરાઓ ઉપર હુમલો કરીને જાળીમાં નાસી ગયો જે વનતંત્રને જાણ કરી છે. જે વન વિભાગના કર્મચારી ઘટના સ્‍થળે આવી આગળની તજવીજ હાથ ધરેલ છે. છતાં અમારી વાડી ખેતરે જતા અમોને ભય લાગી રહયો છે. આ દીપડો પકડાઈ ન જાય ત્‍યાં સુધી અમારે વાડીએ કામકાજ કેમ કરવું વડીયાના ખેડૂત મુસાભાઈ સાડેકી જણાવી રહયા છે.

error: Content is protected !!