Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી જિલ્‍લામાં પીવાનાં પાણી અને ઘાસચારાની સમસ્‍યા વિકરાળ બની હોય બેઠક મળી

જિલ્‍લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગીજનો એકત્ર થયા

અમરેલી જિલ્‍લામાં પીવાનાં પાણી અને ઘાસચારાની સમસ્‍યા વિકરાળ બની હોય બેઠક મળી

અછતનો અહેવાલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ રજૂ કરાશે

અમરેલી, તા. ર0

ગુજરાતમાં હાલમાં અછતની પરિસ્‍થિતિ ઉભી થવા પામી છે ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિ ર્ેારા દરેક ગ્રામ્‍ય તાલુકા અને જિલ્‍લા કક્ષાએ પીવાના પાણીનો, ઘાસચારા તથા રોજીરોટીની ઉભી થયેલ પરિસ્‍થિતિ અંગે અહેવાલ તૈયાર કરી રાજય સરકરને રજૂઆત કરવા માટે થઈ નિર્ણય કરતા આ અંગે આજે અમરેલી કોંગ્રેસ કાર્યાલયમાં અમરેલી જિલ્‍લાનાં પ્રભારી ઝવેરભાઈ ભાલીયા તથા દિલીપભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં ગ્રામ્‍યકક્ષાએ, તાલુકા તથા જિલ્‍લા કક્ષાએ અછતની પરિસ્‍થિતિનો સાચો તાગ મળી અહેવાલ તૈયાર કરવા અને તે અહેવાલ પ્રદશ કોંગ્રેસ સમિતિને સુપ્રત કરવા જણાવાયું હતું.

હાલમાં અમરેલીજિલ્‍લામાં અછતની પરિસ્‍થિતિ વધુ વિકટ બની રહી છે. પશુધન, વન્‍યપ્રાણી, પીવાનું પાણી અને રોજગારી પ્રશ્‍ને ઉપસ્‍થિત આગેવાનોમાં વ્‍યાપક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

આજની આ બેઠકમાં લોકસભાનાં ઉમેદવાર લલીતભાઈ કથગરાનાં પુત્રનું, જૂનાગઢનાં ધારાસભ્‍ય ભીખાભાઈ જોષીનાં પૌત્રીનું તથા ઢસા કોંગ્રેસ આગેવાનનાં પુત્રનું અવસાન થતાં તમામનાં પરિવારને સાંત્‍વના પાઠવતો શોક ઠરાવ પણ પસાર કરવામાં આવ્‍યો હતો.

તાજેતરમાં જ જાફરાબાદ પંથકમાંથયેલ કમૌસમી વરસાદનાં કારણે વ્‍યાપક નુકશાન થયાનું જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય ટીકુભાઈવરૂએ રજૂઆત કરી નુકશાન અંગે વળતર આપવા પણ રજૂઆત કરી હતી.

આ બેઠકમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ, અર્જુનભાઈ સોસા, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શહેર પ્રમુખ લલીત ઠુંમ્‍મર, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયા, મયુરભાઈ આસોદરીયા, ટીકુભાઈ વરૂ, તાલુકા પચાયતનાં સદસ્‍ય ભરતભાઈ હપાણી, દિનેશભાઈ ભંડેરી, પૂર્વ જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ મુળશંકરભાઈ તેરૈયા, જયેશ નાકરાણી સહિતનાં    કોંગી આગેવાનો પણ ઉપસ્‍થિત રહૃાાં હતા.

error: Content is protected !!