Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીમાં મૂર્ધન્‍ય કવિવર રમેશ પારેખને શબ્‍દ વંદના કરાઈ

રમેશ પારેખ સાહિત્‍ય વર્તુળનો સહયોગ રહૃાો

અમરેલી, તા.ર0

ડીસ્‍ટ્રીકટ કોમ્‍યુનિટી સાયન્‍સ સેન્‍ટર, ચિલ્‍ડ્રન્‍સ મ્‍યુઝિયમ, બાલભવન અને રમેશ પારેખ સાહિત્‍ય વર્તુળ, અમરેલી ઘ્‍વારા મુરધન્‍ય કવિવર રમેશ પારેખને સ્‍મૃતિ વંદના પ્રદાન કરાઈ.

પ્રોફે. છેલભાઈ વ્‍યાસની અઘ્‍યક્ષતામાં સ્‍મૃતિ વંદના કાર્યક્રમમા અમરેલી જિલ્‍લાના કાવ્‍ય સર્જકોની વિશેષ ઉપસ્‍થિત ઘ્‍વારા સાચા અર્થે કવિવર  ર.પા.ની સ્‍મૃતિઓ તાજી કરાઈ.

ગુજરાત સરકાર ઘ્‍વારા પ્રદાન કરાયેલ રમેશ પારેખ સ્‍મૃતિ કક્ષામાં મુરધન્‍ય કવિવર રમેશ પારેખના તૈલી ચિત્રને પુષ્‍પો પ્રદાન કરી, ભાવાંજલિ અર્પણ કરાઈ.

બાલભવન સંગીત વર્ગના યશ રાવળ તથા પુજાબેન પરમાર ઘ્‍વારા કવિવર રમેશ પારેખની કવિતાઓનું ગાન કરાયું હતું. તબલા પરની  રીધમ પંકજભાઈ જોષી અને બાંસુરી વાદનમાં સંજીવભાઈ ધારૈયા ઘ્‍વારા  સંગતકરાઈ હતી.

પ્રોફે. છેલભાઈ વ્‍યાસ, કવિવર હર્ષદભાઈ ચંદારાણા, સ્‍નેહી પરમાર, પ્રણવ પંડયા, ડો. કાલિન્‍દીબેન પરિખ, પારુલબેન ખખ્‍ખર, હરજીવનભાઈ દાફડા, ડો. કેતનભાઈ કાનપરિયા, અમિતભાઈ ભાડળિયા, હરેશભાઈ વડાવિયા, પ્રકાશભાઈ જોષી વિગરે ઘ્‍વારા ર.પા.ની વિશેષ રચનાત્‍મક લાક્ષણિકતઓની છણાંવટ કરી, ર.પા.મય બનાવ્‍યા હતા.

અઘ્‍યક્ષ સ્‍થાનેથી પ્રોફે. છેલભાઈ વ્‍યાસ ઘ્‍વારા કવિવર રમેશ પારેખની સાથે વિતાવેલ અલભ્‍ય ક્ષણોનુ એક ચિત્ર ખડું કરી, રમેશ પારેખ આપણી વચ્‍ચે જ છે, તેની પ્રતીતિ કરાવી હતી.

ડાયરેકટર નિલેશ કે. પાઠક ઘ્‍વારા પધારેલ તમામ મહાનુભાવોનુ શાબ્‍દિક સ્‍વાગત કરાયું હતું, અને અભાર વિધિ ડેપ્‍યુ. ડાયરેકટર દિનેશભાઈ ત્રિવેદી ઘ્‍વારા કરાઈ હતી. કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રકાશભાઈ જોષી ઘ્‍વારા પ્રદાન કરવામાં આવેલ.

પ્રોફે. વિરાણી, ઉમેશભાઈ જોષી, મોટાભાઈ સંવટ, નારણભાઈ ડોબરીયા, સાજીદભાઈ પઠાણ, ડો. એમ.કે. ગોંડલીયા, વિપુલભાઈ વ્‍યાસ, શિવાનીબેન વ્‍યાસ, ઈતેશભાઈ મહેતા, સંજીવભાઈ ધારૈયા, પંકજભાઈ જોષી (લેબ.) બિપીનભાઈ ગાંધી, પંકજભાઈ જોષી (સંગીત વર્ગ), પ્રકાશભાઈ મકવાણા, ભોળાભાઈ ધાખડા, ગીતાબેન ધાખડા, વાસુદેવભાઈ સોઢા, ટી.જી. માંડલીયા, કે.પી. પંડયા, અશોકભાઈ ખાચર, ભરતબાપુ, કમલેશભાઈ, દિલીપભાઈ વ્‍યાસ,અનીલભાઈ ઠાકર, ચેતન પાઠક, અરૂણભાઈ પાનસુરીયા, પંકજભાઈ લશ્‍કરી, મહેન્‍દ્રભાઈ જોષી વિશેષ ઉપસ્‍થિતિમાં કાર્યક્રમને મનોરમ્‍યતા પ્રદાન થઈ.

સંસ્‍થાના મેઈન ટ્રસ્‍ટી જવાહરભાઈ મહેતા, ચેરમેન હેમેન્‍દ્રભાઈ મહેતા, મનુભાઈ મહેતા, પી.કે. લહેરી અને નિલેશભાઈ પારેખ ઘ્‍વારા કાર્યક્રમની સફળતા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ.

error: Content is protected !!