સમાચાર

પૂ. ભોજલરામબાપાનાં પ્રાગટય મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

સ્‍મૃતિ ચિન્‍હોનું પૂજન, ધર્મસભા, ઘ્‍વજારોહણ, રકતદાન કેમ્‍પ, સંતવાણી સહિતનાં કાર્યક્રમો વચ્‍ચે

પૂ. ભોજલરામબાપાનાં પ્રાગટય મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

અમરેલી નજીક આવેલ ફતેપુર ગામે મોટી સંખ્‍યામાં સંતો-મહંતો અને ભકતજનો ઉપસ્‍થિત રહૃાાં

અમરેલી, તા. 18

ભભભોજલધામભભ અમરેલી જીલ્‍લાનાં ફતેપુર ગામે પ્રાતઃસ્‍મરણીય પૂજય ભોજલરામબાપાનો ર34મો પ્રાગટય મહોત્‍સવ વૈશાખી પૂર્ણિમાના પાવન દિને શનિવારનાં રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો.

પૂજય ભોજલરામબાપાનો ર34 મો પ્રાગટય મહોત્‍સવના કાર્યક્રમમાં દર વર્ષની જેમ પ્રભાતે 6:00 કલાકે પૂ. બાપાના સ્‍મૃતિ ચિન્‍હોનું પૂજન, સવારના 8:30 કલાકે રકતદાન કેમ્‍પનું ઉદઘાટન, સાવરે 9:00 કલાકે ફુલ સમાધિ પર ઘ્‍વજારોપણ, સવારે 9:30 કલાકે નેત્ર નિદાન કેમ્‍પનું ઉદઘાટન, બપોરના 1રઃ00 કલાકે ભોજન-પ્રસાદ, સાંજના પઃ00 કલાકે ધર્મસભા જેમાં પૂ.શ્રી એસ.પી. સ્‍વામી- સ્‍વામીનારાયણ મંદિર ગઢડા, પૂ. શ્રી દુર્ગાદાસબાપુ-લાલજી મહારાજની જગ્‍યા ચલાલા, પૂ. મહંતશ્રી વ્રજલાલબાપુ-વાલમરામબાપાની જગ્‍યા-ગારીયાધાર, પૂ. શ્રી બાબુરામબાપુ-ધના ભકતની જગ્‍યા- ધોળા, પૂ. શ્રી રાધાકૃષ્‍ણ શાસ્‍ત્રી- કથાકાર રામપર, પૂ. શ્રી જેરામબાપુ- આપાગીગાની જગ્‍યા-બગસરા, પૂ. શ્રી સ્‍વામી વિશ્‍વવીહારી-ગુરૂકુળ વિરપુર, પૂ. શ્રીલવજીબાપુ-ખોડીયાર મંદિર નેસડી, પૂ. શ્રી ભાર્ગવદાદા-કથાકાર ભોરીંગડા વિગેરે સંતો-મહંતોએ દિવ્‍ય વાણીનો લાભ આપ્‍યો હતો. ત્‍યારબાદ સાંજના 8:30 કલાકે ભોજ-પ્રસાદ લીધા બાદ રાત્રીના 9:00 કલાકે ભજન-સંતવાણી જેમાં પ્રસિઘ્‍ધ કલાકારો યોગીતાબેન પટેલ, મનસુખભાઈ વસોયા, ફરીદાબેન મીર, અંકીત ખેનીએ સંતવાણીનો લાભ આપેલ.

સવારના 10થી બપોરના 1ર તથા બપોરના ર થી સાંજના પ કલાક સુધી કથાકાર શ્રી ભાર્ગવદાદા ભોરીંગડાવાળાના દિવ્‍ય સ્‍વરમાં ભભભોજલ જ્ઞાન કથાભભ જેમાં સંતશ્રી પૂ. ભોજલરામબાપાના જીવન ચરીત્રના પાવન પ્રસંગ તથા જલારામબાપા તથા વાલમરામબાપાના જીવનમાં ગુરૂ મહીમાનાં પ્રસંગોને પણ વણી લેવામાં આવેલ હતો.

પૂજય ભોજલરામબાપાના પ્રાગટય મહોત્‍સવના પાવન અવસરે અનોખો સેવાયજ્ઞ ભભરકતદાન કેમ્‍પભભનું આયોજન કરવામાં આવેલ.

1 લાખ ઘનફૂટ ગુલાબી પથ્‍થર અને શ્‍વેત આરસના સંયોજનથી પૂ. ભોજલરામબાપાના ભવ્‍ય તથા દિવ્‍ય મંદિરનો શુભારંભ થઈ ગયેલ છે. સાંજના પઃ30 કલાકે આ વર્ષના મંદિર નિર્માણના મુખ્‍ય દાતાની ભવ્‍ય રકતતુલા કરવામાં આવી હતી.

દર વર્ષની માફક ગામે ગામ બનેલ શ્રી ભોજલરામ યુવા સેવા સંગઠનના 3 હજાર ભાઈ-બહેનો ભોજન-પ્રસાદ તથા ચા-પાણીની કામગીરી સંભાળી હતી.

આ શુભ પ્રસંગે દર વર્ષની માફક શ્રેષ્ઠ ધર્મોપદેશકોના પ્રવચનોતથા રાત્રીના ભજન/સંતવાણી તથા લોકસાહિત્‍ય રજુ થયું હતું.

error: Content is protected !!