Amreli Express

Daily News Papers

સમાચાર

આંબરડી ગામે ‘શિવ આસ્‍થા ગૃ્રપ’ અને લાયન નેચર ફાઉન્‍ડેશનનાં સંયુક્‍તત ઉપક્રમે ચકલી ઘરનું વિના મૂલ્‍યે વિતરણ કરાયું

આજરોજ સાવરકુંડલાના આંબરડીના શ્‍યામ મેડીકલ સ્‍ટોર ખાતેથી પશુ, પક્ષી, પ્રાણી, પ્રકૃતિક સંપદા બચાવો અભિયાન અંતર્ગત લાયન નેચર ફાઉન્‍ડેશનના સહયોગ અને નવસર્જન ગૃ્રપ થોરડીના સૌજન્‍યથી આંબરડી શિવ આસ્‍થા ગ્રૃપના પ્રમુખ સુભાષ સોલંકી અને લાયન નેચર ફાઉન્‍ડેશનના પ્રમુખ ભિખુભાઈ બાટાવાળા દ્વારા પ00 ચકલી ઘરનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવેલ. આંબરડીના શ્‍યામ મેડીકલ સ્‍ટોર ખાતેથી આયોજિત વિના મૂલ્‍યે ચકલી ઘર વિતરણ કાર્યક્રમમાં આંબરડી સરપંચ બાબુભાઈ માલાણી, ઉપસરપંચ બાવચંદભાઈ, શિવ આસ્‍થા ગૃ્રપ પ્રમુખ સુભાષ સોલંકી, ઉપપ્રમુખ લલ્‍લુભાઈ માલાણી, મહામંત્રી મહેશભાઈ ચોડવડીયા, મુકેશ ગૌદાની તેમજ ગૃ્રપ મેમ્‍બર મહેશ માલાણી, કાંતિભાઈ વેકરીયા, અમન સોલંકી, સહિત ગૃ્રપના તમામ મેમ્‍બરો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ.

error: Content is protected !!