સમાચાર

સોમનાથ મહાદેવનાં દર્શન કરતા ભાજપા પ્રમુખ અમિત શાહ

સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને ભાજપાના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિતભાઈ શાહ આજે સોમનાથ મંદિરે તેમના ધર્મપત્‍નિ, પુત્ર, પુત્રવધૂ, પૌતરી સાથે દર્શનાર્થે પહોંચેલ હતા. તેઓએશ્રી સોમનાથ મહાદેવને જલાભિષેક, પૂજાસામગ્રી અર્પણ કરી, ઘ્‍વજાપૂજા, તત્‍કાલમહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશિર્વાદ પ્રાપ્‍ત કર્યા. અમિતભાઈએ તત્‍કાલ મહાપૂજા, ઘ્‍વજાપૂજા કરેલ. આ પ્રસંગે પૂજારી દ્વારા પુષ્‍પહાર પહેરાવી તેઓનું સન્‍માન કરેલ હતું. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના અધિકારી દ્વારા શાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્‍મૃતિચિન્‍હ આપી અમિતભાઈનું સન્‍માન કરવામાં આવેલ.

error: Content is protected !!