સમાચાર

દામનગરમાં પાંચ મિત્રોએ મફત નોટબુકનું વિતરણ કર્યુ 

દામનગર ધીરૂભાઈ પુનાભાઈ નારોલાએ આઠ વર્ષ પહેલા માત્ર પાંચ હજાર મફત નોટબુક વિતરણની પ્રવૃતિથી પ્રેરાયને પાંચ મિત્રોએ આજે અઢી લાખ મફત નોટબુક વિતરણના સંકલ્‍પની શરૂઆત કરી દામનગર શહેરી સહિત ગ્રામ્‍યમાં સંપૂર્ણ મફત ગરીબ વિદ્યાર્થીઓને જરૂરીયાત પ્રમાણે નોટબુક વિતરણ કરાયું દામનગર શહેર સહિત પાંચ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિના મૂલ્‍યે નોટબુક વિતરણ કરતા પાંચ યુવાનોનો સુંદર સંકલ્‍પ. આઠ વર્ષ પહેલા ધીરૂભાઈ પુનાભાઈ નારોલાએ પાંચ હજાર નોટબુકથી શરૂ કરાયેલ સેવા પ્રવૃતિથી પ્રેરાય તેમના મિત્રોએ આજે અઢી લાખ સુધી મફત નોટબુક વિતરણ કરવા સારી શરૂઆત બીજામાં પ્રેરણા બની અને હજારો ગરીબ છાત્રોને મફત નોટબુક સ્‍ટેશનરી દ્વારા પ્રોત્‍સાહન પુરૂ પાડતા યુવાનોની સુંદર સેવાથી આજે દામનગર શહેરી અને અનેકો ગ્રામ્‍યવિસ્‍તારો, દામનગર ધામેલ ભંમરીયા હાવતડ સહિતના ગ્રામ્‍યમાં ભરતભાઈ વાંકડીયા મનજીભાઈ અને ગોકળભાઈ વાંકડીયા સહિતના મિત્રોએ અભ્‍યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને જરૂરીયાત પ્રમાણે મફત નોટબુકો વિતરણ કરી સુંદર કાર્ય કર્યુ.

error: Content is protected !!