સમાચાર

આલે લે : રાજુલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ : વર્ષો બાદ કરાનો વરસાદ પડયો

ભરઉનાળે આકસ્‍મિક વરસાદથી અફડા-તફડી

આલે લે : રાજુલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ : વર્ષો બાદ કરાનો વરસાદ પડયો

ભારે વરસાદથી મફતપરામાં મકાનોની દીવાલ પડી

રાજુલા, તા.17

રાજુલા શહેર અને પંથકનાં ગામોમાં ગઈકાલે બપોરનાં 3/ર0 કલાકે ભારે પવન સાથે વરસાદ મોટા છાંટાથી શરૂ થયો હતો અને આ પંથકમાં વર્ષો પછી રાજુલા શહેરનાં શહેરીજનો અને ગ્રામીણ પ્રજાએ વરસાદમાં ભકરાભ પડયાનાં દૃશ્‍યો નિહાળ્‍યા હતા, રાજુલા શહેરનાં મફતપરા વિસ્‍તારમાં ભારે પવન અને વરસાદથી કાચા મકાનોની દિવાલો પડી હતી, નળિયા ઉડયા હતા, અને શહેર તથા તાલુકાનાં ગામોમાં વિજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશયી થયા હતા,સદ્યનસીબે કોઈ જાનહાની થયાનાં વાવડ નથી.

રાજુલા તાલુકાનાં બર્બટાણા ગામનાં આગેવાન ભીખુભાઈ કામળીયાએ વરસાદી સમાચાર આપતા જણાવ્‍યું હતું કે આજે બપોર ભારે પવન સાથે બરફનાં મોટા કરા સાથેનો વરસાદ, તાલુકાનાં બર્બટાણા, વાવેરા, ગોવિંદડી, નાની-મોટી ખેરાળી, બાબરીયાધાર, ચારોડીયા ગામે થયો છે, મોટા આગરીયા ગામનાં આગેવાન પ્રકાશભાઈ ખુમાણનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્‍યું હતું કે આજે બપોરે પવન સાથે થયેલા વરસાદમાં ભકરાભ પણ પડયા હતા અને ધુડિયા આગરીયા, નાના આગરીયા, અને મોટા આગરીયા ગામમાં વરસાદ થયો હતો, પરંતુ ખેતપાક સિવાય કોઈ નુકશાની નથી, જયારે ધારેશ્‍વર ગામનાં ખેડૂત આગેવાન દિલીપ સોજીત્રાએ જણાવ્‍યું હતું કે ધારેશ્‍વર ગામ સહિત આજુબાજુનાં ગામોમાં પવન સાથે વરસાદ અને કરા પડયા છે, કાચા મકાનોનાં નળિયા ઉડયા છે, રાજુલા-મહુવા રોડ ઉપર આવેલ ડુંગર રોડ ઉપર કુંભારીયા ગામ પાસે રોડ ઉપર વૃક્ષો ધરાશયી થતાં રોડ ઉપરનો અર્ધો માર્ગ બંધ છે, જયારે રાજુલા શહેરમાં વરસાદ પછી સોસાયટી વિસ્‍તારથી લઈને શહેરી વિસ્‍તારમાં વારંવાર વીજ-પૂરવઠો ડુલ થઈરહૃાો છે.

આ વરસાદથી ઉનાળું પાક બાજરી, તલ, કેળ અને કેરીનાં પાકને તાલુકાભરમં ભારે નુકશાની થયાનાં વાવડ મળી રહૃાાછે.

error: Content is protected !!