સમાચાર

રાજુલાનાં હાર્દસમા વિસ્‍તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ

મહિલાઓએ સોનાનાં દાગીના પહેરતા પહેલા વિચારવું જરૂરી

રાજુલાનાં હાર્દસમા વિસ્‍તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ

ગઈકાલે સમી સાંજે સવિતાનગરમાં ઘટના બનતા શહેરીજનોમાં રોષ

રાજુલા, તા.17

રાજુલાના હાર્દસમાં રેસીડન્‍સમલી વિસ્‍તાર સવિતાનગર છતડીયા રોડ ઉપર બ્રહ્માકુમારી કેન્‍દ્ર પાસે આજે સાંજે સાત વાગ્‍યાના સુમારે મુકતાબેન ભુપતભાઈ ધોળકીયા મંદિરે દર્શન કરી ઘરે પરત ફરી રહયા હતા. તે વેળાએ રોડ ઉપરથી સામેથી આવેલી બાઈકમાં બેઠેલા બે સ્‍વારોએ આ મહિલાએ પહેરેલા ગળામાં સોનાનો ચેઈન અને માળા કે જે તે 6 તોલાની હતી તે આ મહિલાને ધક્કો મારી પછાડી દઈ લુંટીને ફરાર થઈ ગયા હતા. આ ધૃણાસ્‍પદ ઘટના બનતા આ સોસાયટીનાં અને રાહદારીઓ સેંકટોની સંખ્‍યામાં બનાવ સ્‍થળે ભેગા થઈ ગયા હતા. પોલીસને જાણ કરાતા સ્‍થાનિક પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચીને બાજુના સી.સી.ફુટેજ કેમેરામાં તપાસ હાથ ધરી હતી. રાજુલાના ધારાસભ્‍ય અંબરીષ ડેર હાલ કર્ણાટક ખાતે ચુંટણી કાર્યમાં જોડાયેલ છે. તેમને આ બનાવની જાણ થતાની સાથે જ તેમણે ત્‍યાંથી રાજુલા પી.આઈ.નો ટેલિફોનિક સંર્પક સાધી આ બનાવમાં જે કોઈ સંડોવાયેલા હોય તેવી તાકીદે ધરપકડ કરી શહેરીજનોમાં આ બનાવથી જે રોષ અને ફફડાટ ફેલાયેલોછે. તેને નશ્‍યત કરવા રજુઆત કરી હતી. આજે આ બનેલા બનાવથી શહેરીજનોમાં અસામાજીક તત્‍વો સામે ફફડાટ ફેલાઈ ગયો છે. ત્‍યારે એસ.પી. નિર્લિપ્‍ત રાયે રાજુલા ઉપર પોતાનું ઘ્‍યાન કેન્‍દ્રીત કરે તેવી આમ જનતામાંથી માંગણી           ઉઠી છે.

error: Content is protected !!