Amreli Express

Daily News Papers

Uncategorized

અમરેલીમાં પાલિકા દ્વારા અશુઘ્‍ધ પાણી વિતરણ થતાં રોષ

પાલિકાનાં શાસકોને જનઆરોગ્‍યની કોઈ ચિંતા જ નથી

અમરેલીમાં પાલિકા દ્વારા અશુઘ્‍ધ પાણી વિતરણ થતાં રોષ

બટારવાડી વિસ્‍તારની એક સગર્ભાને દુષિત પાણીનાં કારણે કમળાનો રોગ થયો

સદ્‌ભાવના ગૃપનાં પ્રમુખ અજીજભાઈ ગોરીએ પાલિકાનાં ચીફ ઓફીસરને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. 17

અમરેલી શહેરમાં બિસ્‍માર માર્ગો, રખડતા પશુઓ, ગંધાતા જાહેર શૌચાલયો, બેફામ ગંદકી સહિતની સમસ્‍યાઓ વિકરાળ બની છે અને હવે તેમાં દુષિત પીવાનું પાણી વિતરણ થતાં જનઆરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.

સદભાવના ગૃપનાં પ્રમુખ અજીજભાઈ ગોરીએ પાલિકાનાં ચીફ ઓફીસરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, શહેરનાં હાર્દમાં આવેલ વોર્ડ નં. 7 સાથે આજુબાજુના છેવાડાના વિસ્‍તારો સાથે શહેરનાં અન્‍ય વોર્ડના રહીશો પાલિકા ઘ્‍વારા તારવાડી સંપમાંથી વિતરણથી માણેકપરા-એ, વોર્ડ નં. 7નાં દરેક વિસ્‍તારો સાથે બટારવાડી વિસ્‍તારોમાં પાલિકા ઘ્‍વારા મળતું પાણી અશુઘ્‍ધ ફિલ્‍ટર કર્યા વગરનું ગટરોના ભળતા પાણી પીવા માટે મળીરહૃાું છે. તે પીવાલાયક ન હોય આરોગ્‍ય હેલ્‍થ વિભાગ ઘ્‍વારા પાણીના નમૂના લેવામાં આવેલ. તાજેતરમાં જ બટારવાડી વિસ્‍તારમાં રહેતા અફસાનાબેન નામના મહિલાને કમળો થયેલ. શહેરમાં સારવાર લીધા બાદ રાજકોટ ખાતે સારવાર લેવાની ફરજ પડી. કમળામાંથી કમળી થયેલ. આ મહિલા પ્રેગનેન્‍ટ સાત માસ જેવો સમય થયેલ હોય. એકી સાથે બંને    કમળાના રોગના ભોગ બનેલ. આ વિસ્‍તારનાં આજુબાજુમાં અનેક પ્રજાજનો કમળા, ઝેરી તાવ, મેલેરીયા, ઝડા-ઉલટી જેવા અનેક રોગોથી પીડાઈ રહૃાાં છે. મળતું દુષિત પાણીનો ઉકેલ નહીં થાય તો હજુ બીમારીની મહામારી ફાટી નીકળશે. લોકો રોગનો ભોગ વધતા બનાવો અટકવાનું નામ નહિ લે. ત્‍યારે વહેલામાં વહેલી તકે આરોગ્‍યના ખતરારૂપ ગંભીર રૂપ ધારણ વધુ ન કરે તે પહેલા શુઘ્‍ધ પીવાલાયક પાણી મળી રહે તેવા કામે ભુગર્ભ ગટરના એજન્‍સીઓને જયાં ત્‍યાં ખોદકામથી થયેલ પારાવાર મુશ્‍કેલી સર્જેલ. અશુઘ્‍ધ પાણી, ડેમેજ કરેલ લાઈનો, આરોગ્‍ય ખતરારૂપ પેચીદો ગંભીર પ્રશ્‍ન સુખાકારી-સલામતી, આરોગ્‍યની જાળવણીની દરકાર લઈ યુઘ્‍ધનાં ધોરણે લોકોની સુખાકારી માટે અપીલ. તેમ છતાં લોકોની સુખાકારી-સલામતીને ઘ્‍યાને લેવામાં નહીં આવે તો નાછુટકે ગાંધી ચિંઘ્‍યા માર્ગે ન્‍યાયી દાદ માંગવાની ફરજ પડશે જેની તમામ પ્રકારની જવાબદારીનગરપાલિકા-તંત્રની રહેશે. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!