સમાચાર

મતગણતરી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા કેટલાક પ્રતિબંધાત્‍મક આદેશ જારી કરાયા

વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

અમરેલી તા. 17

લોકસભા સામાન્‍ય ચૂંટણી ર019 અંતર્ગત અમરેલી લોકસભા મતદાર વિભાગની મતગણતરી આગામી ર3 મે ના રોજ પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે યોજાનાર છે. મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે તેમજ મતગણતરીના સ્‍થળે કોઈ વિક્ષેપ ન થાય તે માટે મતગણતરી કેન્‍દ્ર તથા આસપાસના વિસ્‍તારમાં ર3મીના સવારના 6 કલાકથી મતગણતરી પૂર્ણ ન થાય ત્‍યાં સુધી અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ- અમરેલી, એ.બી.પાંડોરે કેટલાક કૃત્‍યો પર મનાઈ ફરમાવતુંજાહેરનામું બહાર પાડયું છે.

આ જાહેરનામામાં જણાવેલ છે કે કોઈપણ વ્‍યક્‍તિત સક્ષમ અધિકારી તરફથી ઇસ્‍યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્‍દ્રમાં દાખલ થઇ શકશે નહિ તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્‍ટ કે તેમના મતગણતરી એજન્‍ટ કે જેમને જે લોકસભા મતદાર વિભાગના જે વિધાનસભા મતદાર વિભાગ માટે મતગણતરી હોલમાં પ્રવેશ માટે પાસ ઇસ્‍યુ કરવામાં આવેલ હોય તે સિવાય અન્‍ય વિધાનસભામતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહિ. કોઈ પણ વ્‍યક્‍તિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્‍દ્રના પ્રિમાઇસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્‍યવહારના અન્‍ય કોઈ ઉપકરણો લઇ શકશે નહિ કે ઉપયોગ કરી શકશે નહિ. મતગણતરી કેન્‍દ્રની આસપાસ 100 મીટરના વિસ્‍તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્‍યા સિવાય ચાર કરતા વધુ વ્‍યક્‍તિતઓ એકત્રિત થઇ શકશે નહિ અથવા કોઈ સભા કે સરઘસ કાઢી શકશે નહિ. ચૂંટણી પંચ તરફથી મંજૂરી આપવામાં આવેલ હોય તેવા એક્રેડિશન કાર્ડ ધરાવતા તેમજ મતગણતરી કેન્‍દ્રમાં જવાની પરવાનગી ધરાવતા પત્રકારોને ફક્‍તત મીડિયા સેન્‍ટર સુધી મોબાઈલ ફોન લઇ જવાની છૂટ રહેશે. આ ઉપરાંત ભારતના નિર્વાચન આયોગ દ્વારા નિમાયેલનિરીક્ષકઓને (ઓબ્‍ઝર્વરઓને) આ પ્રતિબંધ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ કલમ – 188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

error: Content is protected !!