Uncategorized

સાવરકુંડલા અને રાજુલા પંથકમાં કમૌસમી વરસાદ

ભર ઉનાળે ચોમાસા જેવું આહ્‌લાદક વાતાવરણ જોવા મળ્‍યું

સાવરકુંડલા અને રાજુલા પંથકમાં કમૌસમી વરસાદ

કમૌસમી વરસાદથી ચોમાસાનો માહોલ બગડી જવાની દહેશત

કમૌસમી વરસાદથી ખેતીપાકોને વ્‍યાપક નુકશાન થવાની શકયતા

અમરેલી, તા. 17

રાજુલા અને સાવરકુંડલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજેભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા માર્ગો અને ખેતરો ભીના થયા હતા.

ડુંગર

રાજુલાના ડુંગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો જેના કારણે આકાશમાંથી તડકો ગાયબ થઈ ગયો છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. રાહત મળતાની સાથે જ ડુંગરમાં ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. ડુંગર સહિત આસપાસનાં વિસ્‍તારમાં વરસાદી છાંટા અને કરા પણ ડયા હતા. આવા કમૌસમી વરસાદને લીધે ધરતીપુત્રોની મુશ્‍કેલીમાં વધારો થયો છે. તેની સાથે રાજુલા પંથકનાં અમુક વિસ્‍તારો જેવા કે મોટા આગરી, ઝીંઝકા, કુંભારીયા, ડુંગર પરડા જેવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર વરસાદની સાથે કરા પણ પડયા હતા.

વીજપડી

વીજપડીમાં ગઈકાલે બપોરનાં ર વાગ્‍યે વરસાદી માવઠુ તેમજ ઠંડી પવનની લહેર પડેલ હતી. આજે વીજપડીનાં લોકોએ ગરમીથી થોડીવાર માટે રાહત મેળવેલ. આજે વીજપડીનાં લોકોએ ભભગરમી મેં ઠંડી કા અહેસાસભભ મહેસુસ કરીને આનંદ અનુભવ્‍યો હતો.

સાવરકુંડલા

સાવરકુંડલા તાલુકાનાં મેરિયાણા અને થોરડી ગામમાં કાળઝાળ ગરમીમાં વરસાદ આવતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

error: Content is protected !!