સમાચાર

વડીયામાં અનોખી રીતે ગાયમાતાની સ્‍મશાનયાત્રા કાઢવામાં આવી

વડીયાનાં કૃષ્‍ણપરા વિસ્‍તારમાં રહેતા ગૌ-પ્રેમી અને પોતાની જ માલીકીની ગાય છેલ્‍લા કેટલાંક સમયથી સાચવતા પરંતુ આજે ગાયમાતા દેવલોક પામેલ ત્‍યારે વાજતેગાજતે અબિલ ગુલાલ સાથે સ્‍મશાનયાત્રા કાઢવામાં આવીહતી. વડીયા કૃષ્‍ણપરા વિસ્‍તારમાં રહેતા સુરેશભાઈ સોજીત્રાની ગાય ખૂબ જ વૃઘ્‍ધ અવસ્‍થામાં સાચવતા હતા અને તેમણે આખા પરિવારે એવું નકકી કરેલ હતું કે, જયારે આ ગાય દેવલોક પામે ત્‍યારે કોઈપણ કોન્‍ટ્રાકટને ના આપવી અને તેને કાયદેસર એક માણસની માફક તમામ વિધી કરી રીતસર સ્‍મશાનયાત્રા કાઢવી અને તેના જ ખેતરોમાં દફનવિધિ કરવામાં આવે. ત્‍યારે આજે ખૂબ જ મોટી ઉંમરની વૃઘ્‍ધ ગાયમાતાનું અવસાન થતાં તેમણે વડીયા શહેરમાં વાજતેગાજતે સ્‍મશાનયાત્રા કાઢી પોતાની વાડી ખેતર ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. ત્‍યારે આ જોતા તમામ લોકોએ એક સીખ લેવી જોઈએ કે અત્‍યારનાં સમયમાં લોકો પોતાના વૃઘ્‍ધ માતા-પિતાને સાચવતા નથી ત્‍યારે આ સુરેશભાઈ સોજીત્રાએ પોતાની વૃઘ્‍ધ ગાયમાતા સાચવી એક માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. એટલું જ નહિ પરંતુ તેમનો આખો પરિવાર જયારે ગાયમાતાની સ્‍મશાનયાત્રા નીકળી ત્‍યારે હીંબકે ચડયું અને રડવા લાગેલ અને આ ગાયમાતાની સ્‍મશાનયાત્રામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને પુરૂષો ઉપસ્‍થિત રહેલ.

error: Content is protected !!