સમાચાર

લાઠી પંથકમાં ગૌ-માતા પાણી અને ઘાસચારા વિના ભટકે છે

પાણી અને ઘાસચારાનાં પ્રશ્‍ને નાયબ કલેકટરને રજૂઆત કરી

લાઠી પંથકમાં ગૌ-માતા પાણી અને ઘાસચારા વિના ભટકે છે

સમગ્ર પંથકને અછતગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યા બાદ પણ જરૂરી સહાય મળતી નથી

જિલ્‍લામાં અનેક સ્‍થળોએ ઘાસચારાનાં ગોદામ ભર્યા છતાં પણ પશુઓ ભુખ્‍યા રહે છે

અમરેલી, તા. 16

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર મહિનાથી પીવાનું પાણી અને ઘાસચારાની તંગીથી સૌ કોઈ પરેશાન થઈ ચુકયું છે. દરમિયાનમાં લાઠી તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કર્યો છતાં પણ પાણી કે ઘાસચારા તેમજ રોજગારીની કોઈ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કોંગી અગ્રણીએ કર્યો છે.

આજે કોંગી આગેવાન મયુર આસોદરીયાની આગેવાનીમાં પશુપાલકોએ પશુઓની સંગાથે નાયબ કલેકટર કચેરીમાં ઘાસચારો આપવાની માંગ કરી હતી.

આ તકે કોંગી અગ્રણીએ ભાજપ સરકારની કાર્યશૈલી સામે નારાજગી વ્‍યકત કરતાં જણાવ્‍યું હતું કે, ભાજપ ગૌ-માતાના નામે રાજકારણ રમે છે. છતાં પણ ગાય સહિતનાં પશુઓ પીવાનાં પાણી અને ઘાસચારા માટે ભટકી રહૃાાં છે.

વધુમાં જણાવેલ છે કે, ધારી સહિતનાં વિસ્‍તારમાં ઘાસચારાના ગોદામ ભરાયેલ પડયા છે અને લાઠી પંથકનાં પશુઓ ભૂખ્‍યા ભટકી રહૃાા છે. છેલ્‍લા 1પ દિવસથી અધિકારીઓ માત્ર આશ્‍વાસન આપી રહૃાા હોવાનો આક્ષેપ અંતમાં કર્યોહતો.

error: Content is protected !!