સમાચાર

અમરેલીમાં નાગનાથદાદાનાં પાટોત્‍સવની આસ્‍થાભેર ઉજવણી : વરણાંગીમાં શિવભકત વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ડી.કે. રૈયાણી સહિતનાં આગેવાનો જોડાયા

વરણાંગી, મહાઆરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો વચ્‍ચે

અમરેલીમાં નાગનાથદાદાનાં પાટોત્‍સવની આસ્‍થાભેર ઉજવણી

સમગ્ર પંથકનાં આસ્‍થાનાં કેન્‍દ્ર સમા નાગનાથ મંદિરનાં ર01માં પાટોત્‍સવની આસ્‍થાભેર ઉજવણી

વરણાંગીમાં શિવભકત વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ડી.કે. રૈયાણી સહિતનાં આગેવાનો જોડાયા

અમરેલી, તા. 16

અમરેલી સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સુપ્રસિઘ્‍ધ સ્‍વયંભુ નાગનાથ મહાદેવ મંદિરનાં ર01માં પાટોત્‍સવની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી શિવભકતો ઘ્‍વારા કરવામાં આવી હતી.

નાગનાથ મંદિરમાં સવારથી જ શિવભકતોની ભીડ ઉમટી હતી અને બપોરબાદ શહેરનાં રાજમાર્ગો પર નાગનાથ દાદાની વરણાંગી યોજાઈ હતી. જે નાગનાથ મંદિર, ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર ચોક, લાયબ્રેરી રોડ થઈને મંદિર પરત ફરી હતી.

વરણાંગીમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ડી.કે. રૈયાણી સહિતનાં શિવભકતો પણ જોડાયા હતા અને સાંજના 7-30 કલાકે નાગનાથ મંદિરમાં મહાઆરતી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્‍યામાં શિવભકતોએ જોડાઈને ધન્‍યતા અનુભવી હતી અને બાદ શિવભકત ડી.કે. રૈયાણીઘ્‍વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!