સમાચાર

આનંદો : અમરેલી એસ.ટી. વિભાગને ભાજપ સરકારે 74 નવી બસ ફાળવી

વાહન વ્‍યવહાર મંત્રી આર.સી. ફળદુની કામગીરીની પ્રશંસા

આનંદો : અમરેલી એસ.ટી. વિભાગને ભાજપ સરકારે 74 નવી બસ ફાળવી

પ મીનીબસ, 19 ગુર્જરનગરી અને પ0 સુપર ડિલકસ બસ આવશે

અમરેલી, તા.16

અમરેલી જિલ્‍લા એસ.ટી. ડિવીઝનને રાજયમાં વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા 74 નવી બસો ફાળવવામાં આવી છે. રાજયના વાહન વ્‍યવહાર મંત્રી આર.સી. ફળદુ દ્વારા એસ.ટી. ડેપો અને બસોના આધુનિકરણ સાથે રાજય હરણફાળ ભરી રહયું છે. તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખે જણાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લામાં એસ.ટી. ડેપોના આધુનિકીકરણ અને નવીનીકરણના કામો જિલ્‍લામાં પ્રગતિ હેઠળ છે. અમરેલી જિલ્‍લાની પ્રવાસી જનતાને બસોની સારી સુવિધા મળશે. રાજય સરકારે ર4/9થી અત્‍યાર સુધીમાં 74 બસોની ફાળવણી કરી છે. પ મીની બસ, 19 ગુર્જર નગરી બસ, પ0 સુપર ડિલકસ બસોની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ નવી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું છે.

error: Content is protected !!