સમાચાર

ગુજરાતને હચમચાવતાં ખાતર કૌભાંડની તપાસ કરો : પરેશ ધાનાણી

જીએસએફસીના બોર્ડ ઓફ ડીરેકટર્સને રદ કરીને

ગુજરાતને હચમચાવતાં ખાતર કૌભાંડની તપાસ કરો : પરેશ ધાનાણી

રૂપિયા 16 લાખની ક્ષતિ બહાર આવી હોય કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્‍ટિએ બહાર આવ્‍યું છે

રાજય સરકાર તટસ્‍થ તપાસ કરે છે કે પછી અગાઉની જેમ માછલીઓને ઝડપીને મગરમચ્‍છને છોડી દેશે તે જોવું રહૃાું

ગાંધીનગર, તા. 16

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ખાતર કૌભાંડની તટસ્‍થતપાસ કરવા માટે રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લાં થોડા દિવસોથી રાજયમાં નકાહનાં ખાતર ડેપો ઉપર ખેડૂતોને ખાતરની થેલીમાં એક કિલો સુધી ઓછું ખાતર મળતું હોવાના કૌભાંડનો પર્દાફાશ કિસાન કોંગ્રેસ અને ખેડૂતની સંસ્‍થાઓએ કરેલ છે. ખાતર કૌભાંડનો પર્દાફાશ થયેલ હોવા છતાં રાજય સરકાર  નકાહનાં અધિકારીઓને મહોરૂ બનાવીને કૌભાંડને છુપાવવાના પ્રયત્‍નો કરે છે. રાજય સરકારે ખેડૂતોના હિતને ઘ્‍યાનમાં લઈને કૌભાંડમાં સામેલ અધિકારી સાથે કડક કાર્યવાહી કરી નકાહનાં બોર્ડ ઓફ ડીરેકટર્સને બરખાસ્‍ત કરવું જોઈએ. ખાતર કૌભાંડ બાબતે જીએસએફસીનાં અધિકારીઓ પણ સ્‍વીકારે છે કે યકયઢઠડડક્ષ્ સ્‍ટાન્‍ડર્ડની કંપનીમાં 16 લાખ રૂપિયાની ક્ષતિ છે. એટલે કે નાનું હોય કે મોટું ખોટું/ક્ષતિ/કૌભાંડ તો થયું જ છે. બીજું કે રાજયના નકાહના ડેપો ઉપર વજન કાંટો રાખવામાં આવતો નથી. કાયદા મુજબ વજન કાંટો ન રાખવો એ પણ ગંભીર બેદરકારી જ છે તેમજ ખાતરની થેલી પર કાયદા મુજબ જરૂરી માહિતી જેવી કે બેચ નંબર, ઉત્‍પાદન સમય પણ છાપવામાં આવતા નથી.

વધુમાં જણાવેલ છે કે, રાજયનાં ખેડૂતો સાથે સરકાર વારંવાર વિશ્‍વાસઘાત અને છેતરપીંડી કરે છે. ટેકાના ભાવે મગફળી આપવા માટે ખેડૂતોએલાંબી રાહ જોઈ ત્‍યારબાદ ચોકકસ સ્‍થળોએથી ગેરરીતિ કરીને ખરીદવામાં આવેલ કે ખરીદ્યા બાદ કરવામાં આવેલ ગેરરીતિ બહાર ન આવે એટલે ગોડાઉનો જ સળગી ગયા ત્‍યારબાદ ખેડૂતો પાસેથી સારી ગુણવત્તાની ટેકાના ભાવે ખરીદવામાં આવેલ તુવેરનું કૌભાંડ બહાર આવ્‍યું. ઉંચા વીમા પ્રિમિયમ ભરીને ખાનગી વીમા કંપનીઓએ કરોડો રૂપિયા સરકારના આશિર્વાદથી ભેગા કર્યા પણ રાજયમાં ખેડૂતો દુષ્‍કાળનો સામનો કરી રહૃાા છે તેવા કપરા સમયમાં પણ પાકવીમાના નામે ખેડૂતોને અડધો ટકો પાકવીમો ચૂકવીને ખેડૂતોની મજાક કરવામાં આવી. રાજયના ઘણા વિસ્‍તારોમાં અછતની સ્‍થિતિ પ્રવર્તી રહી છે. રાજયના ખેડૂતોને પીવા અને સિંચાઈનું પાણી, પશુઓ માટે પાણી તથા ઘાસચારો અને રાહત કામગીરી કરવાના સમયે વર્ષોથી ખેડૂતોને ખાતર ઓછું આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો એટલે સરકાર ખેડૂતોને વળતર આપવાના બદલે ખાતર કૌભાંડ આચરનારને છાવરવામાં પડી હોય તેવું પ્રતીત થઈ રહૃાું છે.

વધુમાં જણાવેલ છે કે, રાજયમાં થયેલ ખાતર કૌભાંડની નિષ્‍પક્ષ અને ન્‍યાયી તપાસ થાય અને કસુરવારો ખેડૂતો અને જનતા સામે ખુલ્‍લા પડે તે માટે નકાહનાં બોર્ડ ઓફ ડીરેકટર્સને વિખેરીને હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે સમગ્ર ખાતર કૌભાંડની નિષ્‍પક્ષ તપાસ કરાવવા માટે જરૂરી કાર્યવાહીકરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!