સમાચાર

બાબરામાં રઘુવંશી અગ્રણીઓ રાજકીય ચર્ચામાં વ્‍યસ્‍ત

બાબરા ખાતે શહેર ભાજપ પ્રમુખ લલીતભાઈ આંબલીયાની દીકરીના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્‍થિત જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને બાબરા રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ બાપાના મંદિરના ટ્રસ્‍ટી હસુભાઈ પોપટ રાજકીય ગહન ચર્ચાઓમાં જોવા મળ્‍યા હતા. હાલ અમરેલીમાં કોણ બાજી મારશે તેવી ઉતેજના જોવા મળી રહી પણ કોઈ નકકી કરી નથી શકતું કે ભાજપ આ બેઠક જાળવી રાખશે કે કોંગ્રેસ બેઠક આંચકી જશે. જોકે મોટાભાગના લોકોમાં આ બેઠકકોંગ્રેસમાં ફાળે જશે તેવી અટકળો જોવા મળી રહી છે. ત્‍યારે એક લગ્ન પ્રસંગમાં સમાજના અને ભાજપના બે નેતાઓ અમરેલી બેઠકનું ગણિત ગણતા નજરે ચડયા હતા.

error: Content is protected !!