Amreli Express

Daily News Papers

સમાચાર

સાવરકુંડલા પંથકમાં વિનામૂલ્‍યે છાશ કેન્‍દ્રનો લાભ લેતા શહેરીજનો 

દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સાવરકુંડલાના વિસ્‍તારમાં અનેકવિધ માનવ કલ્‍યાણની પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં જરૂર મંદ લોકોને મેડિકલ સહાય, શિક્ષણ સહાય, શિયાળામાં ધાબળા વિતરણ તેમજ ન ધનીયાતા પશુ-પંખીઓને પશુ ચિકિત્‍સક દ્વારા તમામ પ્રકારની વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવે છે. આ કાળઝાળ ગરમીમાં ઉનાળામાં સામાન્‍ય લોકોને મૃત્‍યુલોકનું અમૃત છાશ મળી રહે તે માટે સાવરકુંડલા શહેરમાં પાંચ અને બાઢડા, ધારી, ટીંબી, ખડસલી, ભુરખીયા મળીને કુલ દસેક કેન્‍દ્રો દ્વારા વિનામૂલ્‍યે છાશનું વિતરણ કરવામાં આવે છે. સાવરકુંડલામાં અંતુભાઈ બગડા, રાધેશ્‍યામ સોસાયટી, જનકલ્‍યાણ યજ્ઞ ટ્રસ્‍ટ, હેતલબેન સાવકા, મહિલા અઘ્‍યાપન, ભગીની છાત્રાલયમાં મહિલા મંડળ, બાર શેરીમાં અંબાબેનઅન્‍દુપીયા. આ વિનામૂલ્‍યે છાશ કેન્‍દ્રોમાં સેવા આપે છે. આ કેન્‍દ્ર 1પ એપ્રિલથી 1પ જૂન સુધી ચાલશે. છાશ મેળવીને જરૂરિયાત કુટુંબો ઘણી રાહત અનુભવે છે. આ કેન્‍દ્ર પરથી કુલ 1800 કુટુંબો છાશ મેળવે છે. પરાગભાઈ ત્રિવેદીના માર્ગદર્શન દ્વારા વધારેમાં વધારે જરૂરિયાત કુટુંબો લાભ લેવા તેવા પ્રયત્‍નો કરવામાં આવે છે તેમ પ્રફુલભાઈ ગોસાઈની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!