સમાચાર

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરતાં કોંગી નગરસેવકો

‘‘અમરેલી એકસપ્રેસ”માં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં કોંગ્રેસ જાગી

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરતાં કોંગી નગરસેવકો

પાલિકાની બાંધકામ શાખાનાં નિંભર અધિકારીનાં પાપે દોઢ લાખની જનસંખ્‍યા પરેશાન

અમરેલી, તા. 1પ

આજ રોજ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં અમરેલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો ઘ્‍વારા અમરેલી નગરપાલિકાનાં ચીફ ઓફિસરને નાગરિકોને પડતી હાલાકી બાબતે ઉગ્ર રજુઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. છેલ્‍લા ઘણા સમયથી અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરના આડેધડ ખોદકામના કારણે મુખ્‍ય રસ્‍તાઓ પર ખાડાઓ પડેલ છે જે બુરવામાં આવતા નથી. ઉપરાંત અમરેલીના છેવાડાના ઓજી વિસ્‍તારોમાં હાલ પાણીની ગંભીર સમસ્‍યા ચાલી રહી છે જેનો પણ ઉકેલ લાવવામાં આવતો નથી. મનુષ્‍યની સાથે આ કપરા તાપમાં મૂંગા પશુઓ માટે પણ પાણીની કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી. શહેરના મુખ્‍ય માર્ગોનું સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે શહેરમાં ધૂળ, કાદવ અને કીચડનું સામ્રાજય પથરાયેલું રહે છે અને આ સમસ્‍યાથી અમરેલીના વેપારીઓ, ભાઈઓ, માતાઓ, બહેનો અને સમગ્ર નાગરિકો ત્રસ્‍ત થઈ ગયેલ છે. વેપારીઓને પોતાની દુકાનો તેમજ શોરૂમો આડે આખો દિવસ કાપડ અથવા પ્‍લાસ્‍ટીક ઢાંકીને રાખવાની ફરજ પડે છે. ઉપરાંત લોકોને જમવાનીવિવિધ વસ્‍તુઓ પર ધૂળ ચોટેલી રહે છે જેના કારણે ભવિષ્‍યમાં આરોગ્‍યલક્ષી પ્રશ્‍નો ઉપસ્‍થિત થવાનો પણ ભય રહે છે. ઉપરાંત જે રોડનું સમારકામ કરવામાં આવે છે તે યોગ્‍ય ગુણવત્તાના ધોરણે કરવામાં આવતું ન હોય થોડા સમયમાં માર્ગોની હાલત ફરી બિસ્‍માર થઈ જાય છે. ભુગર્ભ ગટરના હાઉસ કનેકશન પણ આપવામાં આવેલ નથી. સફાઈ બાબતે પણ ડોર ટુ ડોર કલેકશનની કામગીરી પણ અત્‍યંત નબળી ચાલી રહી છે અને સાથે સાથે મુખ્‍ય રસ્‍તાઓ પર રખડતા મૂંગા ઢોરની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરી અને લોકોને અકસ્‍માતથી બચાવવામાં આવે. આમ ઉપરોકત બધી સમસ્‍યાઓ અમરેલીના તમામ નાગરિકોની હોય આ બાબતે અવારનવાર લેખિત રજુઆતો કરવા છતાં અમરેલીની જનતાની સુખાકારી અને કલ્‍યાણ માટે કોઈ પણ પગલાં લેવામાં ન આવતાં આજરોજ અમરેલી નગરપાલિકાના સદસ્‍યો ઘ્‍વારા નવતર પ્રયોગ કરી અને શહેરમાં વિવિધ વિસ્‍તારોમાં પડેલ ખાડાઓમાં જઈ બાજુમાં બેસી અને શાસ્‍ત્રોક વિધિ મુજબ ખાડામાં કંકુ, ચોખા અને ફૂલો અર્પણ કરી અને નિંદ્રાધીન તંત્રને જાગૃત કરવા હવન કરવામાં આવેલ હતો.

આ તકે અમરેલી નગરપાલિકાના સદસ્‍યો સંદિપભાઈ ધાનાણી, પતંજલભાઈ કાબરીયા, બી.કે. સોળીયા, હંસાબેન જોષી, રીટાબેન ટાંક, સમીનાબેન સંધાર, સોનલબેન થળેશા, હિરેનભાઈ ટીંમાણીયા, કેતનભાઈ ખાતરાણી, લાલજીભાઈવાળોદરા, વિરલભાઈ વાઘેલા, પરવેઝભાઈ ચૌહાણ તેમજ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓ ઘ્‍વારા હવન કરવામાં આવેલ હતો અને અમરેલીની પ્રજાને વહેલામાં વહેલીતકે આ તમામ સમસ્‍યાઓમાંથી મુકિત મળે તે માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી.

error: Content is protected !!