સમાચાર

અમરેલી લોકસભાનાં ભાજપનાં ઉમેદવારનો 10 હજાર મતોથી વિજય થશે : ડો. કાનાબાર

મહુવા, ગારીયાધાર અને સાવરકુંડલા વિધાનસભામાં ભાજપની લીડ રહેશે

અમરેલી, તા.1પ

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આગામી ર3 મેના રોજ યોજાનારી છે. તે અગાઉ ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની ગણતરી કરીને પોતપોતાનો વિજેતા થવાનો આશાવાદ વ્‍યકત કર્યો છે.

ર દિવસ પહેલા કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલયમાં કલાકોની ગણતરી બાદ જાહેર કર્યું કે અમરેલી બેઠક પર કોંગ્રેસનો વિજય થશે.

દરમિયાનમાં ગઈકાલે ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલય પર રૂબરૂ આવીને અંદાજિત ગણતરીને જાહેર કર્યું કે ભાજપના ઉમેદવાર 10 હજાર મતથી વિજેતા થવાનો દાવો કર્યો હતો.

ડો. કાનાબારે મહુવા, રાજુલા, સાવરકુંડલા અને ગારીયાધારમાં ભાજપવધારે મત      મેળવીને ભાજપનાં ઉમેદવાર 10 હજાર મતોથી વિજેતા થશે તેવો દાવો કર્યો છે.

હવે કોંગ્રેસનો દાવો સાચો થાય છે કે ભાજપનો દાવો, તે માટે અઠવાડિયા સુધી રાહ જોવી રહી.

error: Content is protected !!