સમાચાર

ડેડાણમાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓનું હલ્‍લાબોલ

પીવાના પાણીની સમસ્‍યા કયારે ભુતકાળ થશે તે સમજાતું નથી

ડેડાણમાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓનું હલ્‍લાબોલ

ધારાસભ્‍ય ડેરે યોગ્‍ય કરવાની ખાત્રી આપતાં મહિલાઓ શાંત બની હતી

ખાંભા, તા. 1પ

ખાંભા તાલુકાનાં ડેડાણ તેમજ મફતપરા વિસ્‍તારમાં છેલ્‍લા દોઢ મહિનાઓથી પાણી ન મળતું હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે. અને આજે ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો અને મહિલાઓને પાણી માટે કરવી પડે છે રઝળપાટ છતાં પાણી ન મળતું હોવાથી અનેકવાર ગ્રામ પંચાયત અને તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી. ત્‍યારે ગામમાં નર્મદાનું પાણી પણ યોગ્‍ય સમયે ન આવતું હોય અને મહિનામાં એકથી બે વાર જ પાણી આપવામાં આવતું હોય છે અને લકો અને મહિલાઓ પાણી ન મળવાથી વેચાતું પાણી લેવા છતાં મળતું નથી અને ગ્રામ પંચાયતમાં અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવતીનથી. અને મહિલાઓને પાણી ન મળતા ગ્રામ પંચાયતે પહોંચી હતી. ત્‍યારે મહિલાઓને ગ્રામ પંચાયતનાં અધિકારી પાસેથી જવાબ ન મળતાં ધારાસભ્‍યને મોબાઈલમાં રજુઆત કરી હતી અને ધારાસભ્‍ય અંબરીશ ડેરને રજુઆત કરી પોતાની વ્‍યથા ઠાલવી હતી. ત્‍યારે મહિલાઓ રણચંડી બની હતી અને ડેડાણ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો. જો કે ધારાસભ્‍યએ મહિલાઓને ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

error: Content is protected !!