સમાચાર

અમરેલીની સરકારી બી.એડ. કોલેજનું પરિણામ 100 ટકા : કોલેજ ફર્સ્‍ટ જિનલ રૂપારેલીયા

બી.એડ. સેમ.4નું પરિણામ થયું જાહેર

અમરેલીની સરકારી બી.એડ. કોલેજનું પરિણામ 100 ટકા : કોલેજ ફર્સ્‍ટ જિનલ રૂપારેલીયા

ચારે’ય સેમ. મળી રપ00માંથી ર383 માર્કસ મેળવી લીધા

અમરેલી, તા. 1પ

તાજેતરમાં જ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી ર્ેારા બી.એડ. સેમ.4ની પરીક્ષાઓ તથા ઈન્‍ટરશીપ સહિતની પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવ્‍યા બાદ આજે બી.એડ. સેમ.4નું સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટી ર્ેારા પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

અમરેલી ખાતે આવેલ સરકારી બી.એડ. કોલેજ (ડી.આઈ.ઈ.ટી.)નું પરિણામ 100 ટકા આવેલ છે. જેમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓએ 84.1ર ટકાથી લઈ 9પ.3ર ટકા (ચારેભય સેમ.ના મળી) માર્કસ મેળવ્‍યા છે.

જેમાં અમરેલીનાં વરિષ્ઠ પત્રકાર મિલાપભાઈ રૂપારેલીયાની પુત્રી જિનલે અમરેલીસરકારી બી.એડ. કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્‍યો છે. ચારેય સેમ.નાં કુલરપ00માંથી ર383 માર્કસ મેળવી 9પ.3ર ટકા માર્કસ મેળવ્‍યા છે. આમ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવી રૂપારેલીયા પરિવારનું ગૌરવ પણ વધારેલછે. આજે બી.એડ. કોલેજનું પરિણામ જાહેર થતાંની સાથે જ તાલીમ ભવન સરકારી બી.એડ. કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવનાર જિનલ રૂપારેલીયાને કોલેજ પરિવાર તથા સગાસંબંધી તથા સ્‍નેહીજનોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

error: Content is protected !!