સમાચાર

વડીયાનાં સ્‍વામીનારાયણ દિવ્‍યધામમાં 1પમો વાર્ષિક પાટોત્‍સવ ઉજવાયો

શ્રી સ્‍વામિનારાયણ દિવ્‍યધામ વડિયામાં શ્રી ઘનશ્‍યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા-ર004માં વડતાલ પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્‍તે કરવામાં આવી હતી. આજે 1પ વર્ષથી સર્વે હરિભકતોન મનોકામના પૂર્ણ કરતા શ્રી ઘનશ્‍યામ મહારાજનો 1પમો વાર્ષિક પાટોત્‍સવ પ.પૂ. માનત્‌ સ્‍વામી શ્રી રામકૃષ્‍ણદાસજીની પ્રેરણાથી તા. 1ર/પ/ર019 ને રવિવારનાં રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો. શ્રી ડો. અમૃતલાલ લક્ષ્મીદાસભાઈ ટીલવા, તાલાળાનાં યજમાન પદે ઉજવાયેલ આ પાટોત્‍સવમાં જલયાત્રા અભિષેક, અન્‍નકોટ, સર્વરોગ નિદાન કેમ્‍પ સત્‍સંગસભા વિગેરે અનેક આયોજન થયેલા. કો.સ્‍વા. હરિચરણદાસજી, શા. સ્‍વા. હરિસ્‍વરૂપદાસજી, સ્‍વા. હરિકૃષ્‍ણદાસજી, શા.સ્‍વા. રાધારમણદાસજી, કોઠારીશ્રી, રાજકોટ સ્‍વા. વિવેકસાગરદાસજી, કોઠારીશ્રી, બાલાજી રાજકોટ, સ્‍વા. દેવકૃષ્‍ણદાસજી,સ્‍વા. પ્રેમસ્‍વરૂપદાસજી વિગેરે સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. શા. સ્‍વા. આનંદસ્‍વરૂપદાસજીએ સભા સંચાલન કર્યુ હતું. ડો. ધર્મીત એન. બાલધા, જનમંગલ હોસ્‍પિટલ, જેતપુરની ટીમ ર્ેારા સર્વરોગ નિદાન અને જરૂરીયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી. 96 દર્દીઓએ આ કેમ્‍પનો લાભ લીધો હતો. વડિયા તેમજ આજુબાજુના ગામડાના હરિભકતોએ સ્‍વયં સેવક બની સેવા કરી હતી. આશરે બે હજાર હરિભકતોએ આ મહા પાટોત્‍સવનો લાભ લીધો હતો એમ કો.સ્‍વા. બાલસ્‍વરૂપદાસજીએ એક યાદીમાં જણાવ્‍યું છે.

error: Content is protected !!