Uncategorized

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલની વિદ્યાર્થીનીનું હોકી નેશનલમાં સિલેકશન

વિદ્યાસભા સ્‍કૂલમાં શ્રેષ્ઠ ટ્રેનિંગ અને સુવિધાઓનું ફળ

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલની વિદ્યાર્થીનીનું હોકી નેશનલમાં સિલેકશન

વિદ્યાસભામાં રમત-ગમત સાથે શ્રેષ્ઠ શિક્ષણની પરંપરા : હસમુખ પટેલ

અમરેલી, તા.1પ

શ્રીમતિ એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા વિદ્યાસભાની વિદ્યાર્થીની બગડા વૈશાલી ધોરણ-8માં અભ્‍યાસ કરે છે જે અમરેલી જિલ્‍લા વિદ્યાસભા અને સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે સંચાલિત જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટસ સ્‍કૂલમાં પ્રશિક્ષણ મેળવી રહયા છે. નોંધનીય છે કે હાલ ર00 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં ટ્રેનિંગ લઈ રહયા છે અને આગામી વર્ષમાં 300થી વધુ રમતવીરોને રમત-ગમત ક્ષેત્રે સ્‍ટેજ પુરૂ પાડવામાં આવશે. જેની રહેવા-જમવા તેમજ અભ્‍યાસનો તમામ ખર્ચવગેરે ડી.એલ.એસ.એસ. યોજના અંતર્ગત આપવામાં આવશે.

કુ. વૈશાલીનું સિલેકશન હોકી અમરેલીની ટીમમાં થવા પામેલ છે. જેઓ કુ. વૈશાલી રાજસ્‍થાનના સિકાર ખાતે 9મી સબજુનીયર વિમેન્‍સ નેશનલ રમવા આજે રવાના થયેલ છે. પુલ ડી.ડી.માં હોકી પોંડીચેરી, મુંબઈ સ્‍કૂલ સ્‍પોર્ટસ એસોસિએશન, હોકી રાજસ્‍થાન સામે મેચ રમનાર છે. આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ ગૌરવ વ્‍યકત કરતા જણાવેલ કે શિક્ષણ સાથે રમતમાં આગળ વધવું તે ખૂબ સારી બાબત છે અને અમો આ ક્ષેત્રે વધુને વધુ સારી સવલતો આપવા આગળ વધી રહયા છીએ. વિદ્યાસભા કેમ્‍પસ ડાયરેકટર હસમુખ પટેલ તેમજ મંત્રી ચતુરભાઈ ખુંટ અને ટ્રસ્‍ટીઓ તેમજ અમરેલી સિનિયર કોચ અને ડી.એલ.એસ.એસ. કોચ અને સ્‍ટાફે વિદ્યાર્થીનીને શુભેચ્‍છા આપી અમરેલી ટીમને વિજેતા બનાવવા પ્રોત્‍સાહન પુરૂ પાડેલ છે.

error: Content is protected !!