Amreli Express

Daily News Papers

Uncategorized

ધોરણ-1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું કોંગ્રેસે વિમોચન કર્યું

કારકિર્દીના ઊંબરે ધોરણ 1ર પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્‍યુ હતું કે,  ધોરણ-1ર પછી જીવનની પ્રગતિ માટે અભ્‍યાસક્રમોની પસંદગી અતિ આવશ્‍યક બની જાય છે, હાલના સ્‍પર્ધાત્‍મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતાઅનુરૂપ અભ્‍યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત ચેદમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્‍તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્‍ન છે. કારકિર્દીના અતિ મહત્‍વના વર્ષ એવા ધોરણ-1રની પરીક્ષામાં સફળતા મેળવનાર સહુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન. ધોરણ-10 અને ધોરણ-1રના વિદ્યાર્થીઓ અને તેમના વાલી સતત મહેનત કરીને સફળતા માટે સતત પ્રયત્‍નશીલ રહેતા હોય છે. જે તે સરકારની જવાબદારી છે કે વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં આગળના અભ્‍યાસક્રમ માટે યોગ્‍ય માર્ગદર્શન પૂરું પડે, પરંતુ તેમ કરવામાં રાજયની ભાજપ સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે. દેશના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ એવી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર પ્રજાના હિતાર્થે રાઈટ ટુ એજયુકેશનનો કાયદો લાવી, સાક્ષર ભારતના નિર્માણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી અને યોજનાઓના અમલીકરણ માટે મોટા પ્રમાણમાં નાણાની ફાળવણી પણ કરી, પરંતુ રાજયના શિક્ષણ વિભાગમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારથી વિદ્યાર્થી જગતને તેનો લાભ પૂરતા પ્રમાણમાં મળતો નથી. કારકિર્દીના ઊંબરે ધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્‍તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના મુખ્‍ય પ્રવક્‍તતા ડો. મનિષ દોશી, ડો. વિજય દવે, નિશીત વ્‍યાસ, કિર્તન જાની અને હિરેન બેન્‍કરને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિકઅભિનંદન પાઠવ્‍યા હતાં. કારકિર્દીના ઊંબરે ધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે, ધોરણ-1રની પરીક્ષામાં સફળતા મેળવનાર સર્વે વિદ્યાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં પ્રગતિ માટે ધોરણ-1ર પછી સાચા અને રસના અભ્‍યાસક્રમની પસંદગી અતિ આવશ્‍યક બની જાય છે. વિદ્યાર્થી મિત્રોને સાચા માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંનિષ્ઠ આગેવાન અને મુખ્‍ય પ્રવક્‍તતા ડો. મનીષ દોશી (એન્‍જીનીયર) અને તેમના સહયોગીઓ દ્વારા માર્ગદર્શક ઈ-બુક કારકિર્દીના ઉંબરે ધોરણ 1ર પછી શું ? પ્રસિદ્ધ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્‍યું છે તે પ્રસંશનીય છે.આવા સુંદર માર્ગદર્શક પુસ્‍તક પ્રસિદ્ધ કરવા બદલ સહુને અભિનંદન પાઠવું છું. ભાજપ સરકાર ફી નિર્ધારણ કાયદો લાવી પરંતુ તેના દ્રઢ અમલમાં ઉદાસીનતા સેવતી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. ફી નિર્ધારણ કાયદાના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભરમાવનાર ભાજપ સરકારના રાજમાં શૈક્ષણિક સ્‍ટાફની મોટા પ્રમાણમાં અછત છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર થાય છે અને વિદ્યાર્થીઓના ભાવિને ગંભીર નુકસાન થાય છે. શિક્ષણના વ્‍યાપારીકરણમાં વ્‍યસ્‍ત અને મસ્‍ત રાજય સરકાર વિદ્યાર્થીઓ પ્રત્‍યે ગંભીરબેદરકારી દાખવી રહી છે. કારકિર્દીના ઊંબરે ધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ-ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદ રાજીવ સાતવજીએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની યુપીએ સરકારે નેશનલ નોલેજ નેટવર્કની સ્‍થાપના કરી દેશની 400થી વધુ યુનીવર્સીટી અને 100થી વધુ રાષ્ટ્રીય સંસ્‍થાઓને એકબીજા સાથે જોડી દીધી છે અને દેશમાં 19 હજાર નોલેજ નેટવર્ક નોડ ઉભા થયા છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્‍થા આઈઆઈટીની સાથે સેન્‍ટ્રલ યુનીવર્સીટીની પણ સ્‍થાપના થઈ છે, જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિહ્નરૂપ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વર્ષોથી કરીકીર્દી પ્રકાશિત માર્ગદર્શનનો દેશના તમામ રાજયોના વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં આ અંગે પ્રસ્‍તાવ રજુ કરવામાં આવશે. સરકારી-ગ્રાન્‍ટેડ સંસ્‍થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્‍થાઓમાં ફીના ધોરણો વ્‍યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સેને શિક્ષણ ઉપલબ્‍ધ બનાવવા માટેના પ્રયત્‍નો રાજય સરકાર દ્વારા ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્‍યાપારીકરણ થઈ રહ્યું છે. રાજય સરકારે ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપમાં વધારો કરીને આર્થિક પીઠબળ પુરૂ પાડવું જોઈએ. રાજયની ઈજનેરી-ફાર્મસી, ડિગ્રી, ડિપ્‍લોમા,સરકારી કોલેજોના 60 ટકાથી વધુ અઘ્‍યાપકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી છે. ગુજરાતમાં શિક્ષણનું સ્‍તર સુધરે તે માટે રાજય સરકાર ચિંતીત બને તે ઘણું જ આવશ્‍યક છે. કારકિર્દીના ઊંબરેધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્‍તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના મુખ્‍ય પ્રવક્‍તતા ડો. મનિષ દોશી અને સહયોગીઓને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્‍યા હતાં. કારકિર્દીના ઊંબરેધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે, એકતરફ રાજયમાં બેરોજગારીનો આંકડો વધતો જાય છે, સરકારી વિભાગોમાં પૂરતા પ્રમાણમાં સ્‍ટાફ નથી અને બીજી તરફ રાજય સરકાર ફિક્‍સ પગારના નામે શિક્ષિત યુવક-યુવતીઓનું આર્થિક શોષણ કરી રહી છે. ઉચ્‍ચ શિક્ષણ મેળવવા માંગતા સામાન્‍ય અને મઘ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે લોનની સુવિધા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજય સરકારે ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્‍કોલરશીપની રકમમાં વધારો કરીને પીઠબળ પૂરું પાડવું જોઈએ તેને બદલે રાજય સરકાર શિક્ષણ માટેના નાણા ઉત્‍સવો પાછળ વેડફી રહી છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓ મેળવવાથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત સાચી માહિતી અનેયોગ્‍ય માર્ગદર્શન મળે તે માટે કોંગ્રેસ પક્ષ સદા પ્રયત્‍નશીલ છે. કોંગ્રેસ પક્ષના મુખ્‍ય પ્રવક્‍તતા ડો. મનિષ દોશી અને સહયોગીઓને આવા સુંદર કાર્ય દ્વારા વિદ્યાથી મિત્રોને ઉપયોગી થતા રહો તેવી શુભેચ્‍છા પાઠવું છું. સતત ચૌદમાં વર્ષે કારકિર્દીના ઊંબરે ધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્‍તકના સંપાદક ડો. મનિષ દોશી (એન્‍જીનીયર)એ જણાવ્‍યું હતું કે, ધોરણ-1ર પછી અભ્‍યાસક્રમોની અનેક તકો રાજય અને દેશ કક્ષાએ ઉપલબ્‍ધ છે ત્‍યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્‍ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્‍થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્‍ધ કરાવવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે. આ પુસ્‍તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્‍સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-1ર પછી ઉપલબ્‍ધ 1પ0થી વધુ અભ્‍યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્‍યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. રાષ્ટ્રીય સંસ્‍થાઓની માહિતી સાથે 40થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ  દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્‍તકમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્‍યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. નવા નવાઅભ્‍યાસક્રમો કે જે રાજયમાં ઉપલબ્‍ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરિક્ષા અને બને ત્‍યાં સુધી જુદી જુદી સંસ્‍થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્‍યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. ગુજરાતમાં 1600 કિલોમીટરના દરિયા કિનારાને પ્રયાનમાં લઈ નેવી, નેવલ, શીપીંગ તથા એરફોર્સ, આઈ.એ.એસ., અઘ્‍યાપક બનવા જરૂરી લાયકાતો સાથે માહિતી આપવામાં આવી છે. દેશમાં રેગ્‍યુલર અભ્‍યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્‍સ્‍ટર્નલ અભ્‍યાસક્રમ આપતી માન્‍ય સંસ્‍થાઓની સાથોસાથ ઈન્‍દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજયુકેશન લોન અને સ્‍કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્‍ટોની વિગતો આ પુસ્‍તકની વિશેષતા છે. વર્ષ ર006થી શરૂ થયેલ ભારત સરકારની ટ્‍યુશન ફી માફી યોજના તથા વર્ષ ર009થી શરૂ થયેલ સેન્‍ટ્રલ સેક્‍ટર સ્‍કીમ ફોર એજયુકેશન લોનમાં અભ્‍યાસક્રમના સમયગાળા માટેનું વ્‍યાજ સંપૂર્ણપણે સબસીડી સ્‍વરૂપે કેન્‍દ્ર સરકાર આપશે. આ અંગેની જરૂરી કાર્યવાહી માટેની વિસ્‍તૃત વિગતોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ગુજરાતમાં ફીના ઉંચા ધોરણો સામે પોતાના સંતાનોના અભ્‍યાસ અંગે ચિંતિત સામાન્‍ય-મઘ્‍યમવર્ગના વાલીઓ માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિતથશે. કારકિર્દીના ઊંબરેધોરણ 1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ ઘ્‍ઘ્‍ઘ્‍ઈ ન્‍ગ્‍વ્‍બ્‍ચ્‍બ્‍ત્‍ ભઃદ્યન્‍ચ્‍ભ્‍((ઈ ય્‍દ્ય અને ઘ્‍ઘ્‍ઘ્‍ઈ ભબ્‍ચ્‍ભ્‍ભ્‍ચ્‍ઉબ્‍ત્‍ઝઈ ય્‍દ્ય):  ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

error: Content is protected !!