સમાચાર

અમરેલીમાં ભાજપ પરિવાર દ્વારા સ્‍વ. પ્રેમજીભાઈ માધડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્‍લાનાં પાયાના પથ્‍થર સમા કાર્યકર્તા પ્રેમજીભાઈ માધડનું અકસ્‍માતે નિધન થતા જિલ્‍લા ભાજપ પરીવાર વતી શ્રઘ્‍ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. અનુસુચિત સમાજમાં જન્‍મેલા પ્રેમજીભાઈ માધડ પાર્ટીંના વિવિધ પદો ઉપર પોતાનું દાયીત્‍વ આપેલ છે. આ તકે ઈફકોના વા. ચેરમેન દીલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપના પ્રભારી ભરતભાઈ ગાજીપરા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતી મોરચાના મંત્રી શૈલેષ પરમાર, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, મનસુખભાઈ સુખડીયા, જિલ્‍લા ભાજપ અનુ. જાતી મોરચાના પ્રમુખ શાંતીભાઈ રાણવા, જિલ્‍લા ભાજપના મહામંત્રી કમલેશ કાનાણી, ઉપપ્રમુખ મયુર હીરપરા, રીતેષ સોની, રંજનબેન ડાભી, તથા તમામ હોદેદારો, મંડલના હોદેદારો, જિલ્‍લા તથા મંડલ મોરચાના  હોદેદારો, તથા સૌ કોઈ કાર્યકર્તાઓએ હાજર રહીને શ્રઘ્‍ધાંજલી પાઠવી હતી.

error: Content is protected !!