સમાચાર

અમરેલીનાં સણોસરા ખાતે રૂપિયા પ0 લાખનાં ખર્ચે સરોવર બનશે

અમરેલીના સણોસરા ગામે ધોળકિયા ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટીસવજીભાઈ ધોળકિયાના હસ્‍તે રૂા. પ0 લાખના લોકફાળાથી સરોવર નિર્માણનું ખાતમૂહર્ત સંપન્ન થયુ હતુ. ખાતમૂહર્ત પ્રસંગે સવજીભાઈએ જણાવ્‍યુ કે, ગ્‍લોબલ વોર્મીંગ અને અનિયમીત વરસાદને કારણે સૌરાષ્ટ્ર હંમેશા પાણીની મૂશ્‍કેલી વેઠી રહ્યુ છે. એવામાં લોકો જ ભૂગર્ભમાંથી પ00 થી 1000 ફૂટના બોર બનાવી પાણી ઉલેછી રહ્યા છે. પરંતુ ભૂગર્ભમાં પાણી ઉતારવાના કોઈ પ્રયત્‍નો કરતાં નથી. પરિણામે સૌરાષ્ટ્રમાં ખેતીનો વિકાસ અટકતાં આજીવિકા માટે શહેરો તરફની દોટ વધી છે. આમ છતાં સણોસરાના લોકોએ મનમાં ગાંઠ વાળીને ગામને લીલુછમ, હરિયાળું અને વિકસિત બનાવવા જે રસ્‍તો અપનાવ્‍યો છે તે ખૂબ સરાહનીય છે. માત્ર બે મહિનાના ટૂંકાગાળામાં અડધા કરોડ જેવી રકમ એકત્ર કરવા બદલ મનોજભાઈ લાખાણી અને તેમની મેં નહિ હમ ટીમને સવજીભાઈએ અભિનંદન પાઠવ્‍યા હતા. ગામ લોકોની સરોવર નિર્માણ પ્રત્‍યેની કટિબઘ્‍ધતા જોઈને હું પણ એટલી જ રકમ આ સરોવર પાછળ ખર્ચવા તૈયાર થયો હોવાનું જણાવ્‍યુ હતુ. આ તળાવ-સરોવર ઉંડું ઉતારવાથી લગભગ 1.રપ લાખ ઘનમીટર માટી નિકળવાની છે. જેનાથી વિપુલ માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરવાથી જળસ્‍તર ઉંચા આવશે, જે સણોસરાને હરીયાળું બનાવશે તેમાં લેશમાત્ર શંકા નથી. સાથોસાથ આગામી ચાર પેઢી આ કાર્યને યાદકરશે તેમ પણ જણાવ્‍યુ હતુ. ગામમાં એક વિઘો જમીન નથી તેવા લોકોએ પણ ગામનું ઋણ ચૂકવવા આર્થિક સહયોગ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. પરંતુ આર્થિક રીતે મદદ ન કરી શક્‍યા હોય, તેવા લોકોને તન-મનથી સેવા કરવાનો મોકો મળ્‍યો છે, તેને ઝડપી લેવા ધોળકિયાએ અનુરોધ કર્યો હતો. સુરતના જોઈન્‍ટ પોલીસ કમિશનર હરેકૃષ્‍ણ પટેલે જણાવ્‍યુ હતુ કે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે માટે સણોસરા ગામના લોકોએ નક્કર આયોજન કર્યુ છે. જે ભાવિ પેઢીને લાભદાયી નિવડશે. જળસંચયની સાથે વૃક્ષારોપણ પણ એટલુ જ આવશ્‍યક હોય, સરોવરના નિર્માણ બાદ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. સરોવરના નિર્માણ માટે ગામલોકોએ તો ફાળો આપ્‍યો છે. પરંતુ સણોસરા ગામ સાથે કોઈ નિસબત નથી એવા બંગાળના વતની જોહરભાઈ સોનીએ પવિત્ર રમજાન માસમાં રૂા. પાંચ લાખનું દાન આપતા લેખે ગણાવ્‍યુ હતુ. કાર્યક્રમમાં વૈભવ અગ્રવાલ, વલ્લભભાઈ શાયર, દિવ્‍ય ભાસ્‍કર, મહારાષ્ટ્રના રીપોર્ટર નિલેશ પાટીલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં સવજીભાઈધોળકિયાએ કરેલ જળસંચય માટેની સેવાકિય પ્રવૃત્તિને બિરદાવી હતી. સાથોસાથ સણોસરા ગામ જે પથ પર આગળ વધી રહ્યુ છે, તેનાથી આવનારી પેઢીને ચોકકસ ફાયદો થશે તેમ જણાવ્‍યુ હતુ. આજથી પ્રારંભ થયેલ સરોવરનિર્માણની કામગીરીમાં સવજીભાઈએ 4-હીટાચી મશીન અને 8-ડમ્‍પર સહિત સુપરવાઈઝર સ્‍ટાફની સેવાઓ ફાળવેલ છે. ખાતમૂહર્ત પ્રસંગે મહાનુભાવોને શણગારેલા બળદગાડામાં બેસાડી, ઢોલના તાલે સામૈયા કરાયા હતા. તેમના કરકમળોથી વૃક્ષારોપણ કરાવ્‍યા બાદ શાલ અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન પ્રવિણભાઈ પોંકિયા, આભારવિધી પંકજ લાખાણીએ અને સંચાલન વિહાર ગઢિયાએ કર્યુ હતું. આ પ્રસંગે અગ્રણીઓ બાબુભાઈ ગૌદાની, પ્રાગજીભાઈ માળવીયા, જોહરભાઈ સોની, ભાયલાલભાઈ રામાણી, મનોજભાઈ લાખાણી, હરેશભાઈ દેવાણી, પ્રાગજીભાઈ હિરપરા, જીતુભાઈ ડેર, સરપંચ કાળુભાઈ રામાણી, ઉપ સરપંચ જૈતુભાઈ માંજરીયા, જાળીયાના સરપંચ શાંતિલાલ પરમાર, બરવાળાના સરપંચ નાથાભાઈ, અમરાપરના સરપંચ સુખાભાઈ વાળા, મોટા ભંડારિયાના સરપંચ નરસિંહભાઈ સહિત સુરત, અમદાવાદના દાતાઓ અને ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!