સમાચાર

ભૈવાહ : પાણીની પાઈપલાઈનનાં એરવાલ્‍વથી વન્‍ય પ્રાણીઓને રાહત

વહીવટીતંત્રની અણઆવડત કયારક કોઈને ફાયદો પણ કરાવી શકે

ભૈવાહ : પાણીની પાઈપલાઈનનાં એરવાલ્‍વથી વન્‍ય પ્રાણીઓને રાહત

જિલ્‍લામાં હજારો મીટરની પાઈપલાઈન લાગી હોય ઠેકઠેકાણે એરવાલ્‍વમાંથી પાણી વહી રહૃાું છે

સાવરકુંડલા, તા. 14

ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજના કરોડો લોકોની તરસ છિપાવે છે અને મબલખ ખેત ઉત્‍પાદન ખેડૂતોને કરાવી રહી છે. ત્‍યારે આજ નર્મદાનાં નીર લોકોને તો ઠીક પણ ગીરના સાવજોને પણ માફક આવી ગયા છે અને અમરેલી જિલ્‍લાનાં વિસ્‍તારોમાં સિંહો નર્મદાનું ચોખ્‍ખુચટ પાણી પી ઉનાળાના બળબળતા તાપમાં પોતાની તરસ છીપાવી રહૃાા છે. અહી અમરેલી જિલ્‍લાનાં તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નર્મદા યોજનાની મસમોટી પાણીની લાઈનો ભૂગર્ભ લાઈનો સરકાર ઘ્‍વારા નાખવામાં આવી છે અને ગામડે ગામડે પાણી વતા-ઓછું પહોંચી રહૃાું છે. ત્‍યારે આ પાણીની લાઈનોમાં અમુક કિલોમીટરના અંતર પર એરવાલ્‍વ મુકવામાં આવે છે. જેથી વઘેલું પ્રેશર હવા મારફત બહાર નીકળે અને લાઈનોની સેફટી રહે ત્‍યારે આ એરવાલ્‍વમાંથી ચોખ્‍ખું પાણી વહેતું હોય છે અને તે નીચે ખાડામાં ભરેલું હોય છે જેથી આ ચોખ્‍ખું નર્મદાનું પાણી અમરેલીનાં અમુક વિસ્‍તારના સિંહો માટે આશિર્વાદ સાબિત થઈ રહૃાું છે. અહિં જિલ્‍લાની વાત કરીએ તો સીમરણ, જીરા, નાનાલીલીયા, સાવરકુંડલા રેવન્‍યુ, વંડા, રાજુલા, ડુંગર, જાફરાબાદ, ચલાલા, નેસડી, ઈંગોરાળા, બવાડા, જેસરનાં અમુક વિસ્‍તારોમાંથી નર્મદાની લાઈન નીકળે છે. જેથી અનેક એરવાલ્‍વ તેમાં અમુક કિ.મી.ના અંતરે મુકેલા છે જેમાનું નીકળતું ચોખ્‍ખુ પાણી હાલ વન્‍ય જીવો, પશુઓ માટે અને સિંહો માટે આશિર્વાદ છે. ખાસ કરી અમુક રેવન્‍યુ વિસ્‍તારોમાં પાણીની કુંડીઓ કે તેના પોઈન્‍ટ ઉપલબ્‍ધ નથી તેથી પશુઓ, પક્ષીઓ અને વિસ્‍તારના સિંહો પણ આ નર્મદાના ચોખા પાણીથી પોતાની તરસ છીપાવી રહૃાાં છે. જેથી નર્મદા યોજના અમરેલીના ખાસ કરી ખારાપાટના સિંહો માટે પણ લાઈફલાઈન સાબિત થઈ રહી છે અને સિંહો તે એરવાલ્‍વમાંથી ચોખ્‍ખુચટ પાણી પી ઉનાળાની કાળઝાળ ગરમીથી બચી તરસ છીપાવી રહૃાા છે. જયારે નર્મદાના નીર ઠેર ઠેર અમરેલીમાં પહોંચ્‍યા ત્‍યારે લોકો અને ખેતી માટે હતા. પરંતુ અનાયાસે તો અનાયાસેમાં નર્મદાના નીરથી ગીરનાં સિંહો પણ પાણી પી પોતાનું જીવન નિર્વાહ કરી રહૃાાં છે. જેથી નર્મદા યોજના સિંહો માટે પણ આશિર્વાદસમી હોય રાજયના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલી લોકસભાના ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા પણ સિંહોને નર્મદાના નીર પીતા જોઈ હરખાયા હતા અને સરકારની નર્મદા યોજના જીવમાત્ર માટે આશિર્વાદ સમી હોવાનું જણાવ્‍યું હતું.

error: Content is protected !!