સમાચાર

વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍તયુ સેન્‍ટરનુંબાંધકામ કરવામાં સરકારનાં નિયમોનો ઉલાળીયો ? : ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્‍ટ-રાજુલાનો આક્ષેપ

ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્‍ટ-રાજુલાનો આક્ષેપ

વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍તયુ સેન્‍ટરનુંબાંધકામ કરવામાં સરકારનાં નિયમોનો ઉલાળીયો ?

એડિશનલ ચિફ સેક્રેટરીને પત્ર પાઠવી ફરિયાદ કરી

રાજુલા, તા.14

જાફરાબાદના બાબરકોટ ખાતે વન વિભાગ દ્વારા ઘ્‍યાન રેસ્‍કયુ સેન્‍ટરનાં સ્‍થળે આધુનિક રેસ્‍કયુ સેન્‍ટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં બાંધકામના નિયમોનો ઉલાળીયો થતો હોવાનો આક્ષેપ કરીને તટસ્‍થ તપાસ કરવાની માંગ ગૌચર પર્યાવરણ ટ્રસ્‍ટ – રાજુલા દ્વારા કરવામાં આવી છે.

વન વિભાગનાં એડિશ્‍નલ ચિફ સેક્રેટરીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદ તાલુકાના બબર કોટમાં આધુનિક રેસ્‍કયુ સેન્‍ટરનું કામ શરૂ કરવામાં આવેલ છે. આ રેસ્‍કયુ સેન્‍ટરનું કામ આ રેન્‍જ વિસ્‍તારમાં અધિકારીઓના મળતિયાઓને વગર ટેન્‍ડર આપી દેવામાં આવેલ છે. માહિતી પણ માંગેલ પરંતુ માહિતી પણ અમોને કોઈ પણ જવાબ આપેલ નથી. અને પ્રથમ અપીલમાં પણ જવાબ આપેલ નથી. જેથી અમારી આશંકા  દ્યઢ બની ગયેલ છે.

જાફરાબાદ સ્‍થિત ચાલી રહેલ કામ અંગેનું કોઈ પણ જાતનું ટેન્‍ડર બહાર પાડયા વગર કામ કરવામાં આવી રહયું છે. જયારે નિયમ મુજબ ટેન્‍ડર બહાર પાડવું ખૂબ જ જરૂરી છે.

આ સમગ્ર રેસ્‍કયુ સેન્‍ટરમાં કામની તપાસ કરવામાં આવે અને કયારેક કયારેય આ અંગેની ગ્રાન્‍ટનાં પૈસા બેન્‍કમાંથી ઉપાડવામાં આવેલ છે. અને કોને-કોને આપ્‍યા છે.તેની તપાસ કરવામાં આવે,

અમરેલીના ડીએફઓ સુધીના અધિકારીઓ સામેલ હોય તેવું લાગે છે. જેથી તેની પણ તપાસ કરવામાં આવે.

ટેન્‍ડર વગર કામ કરનાર અધિકારીઓ સામે ભ્રષ્‍ટાચાર સંબંધેની ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આમ ઉપર મુજબના મુદ્યાઓમાં જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને પોતાના મળતિયાઓ સાથે સાઠગાંઠ કરીને વ્‍યકિત હિત અને આર્થિક ઉપાર્જનનું લાભ લેવા અને મોટા પાયે ભ્રષ્‍ટાચાર આચર્યો હોય તો, આ બાબતે તાત્‍કાલિક રાહે પગલા લઈ જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવા અને ફરજ પરથી દુર કરો આ કાર્યવાહી થાય તે જાહેર હિત જાળવવા અત્‍યંત જરૂરી છે. જેથી સરકારની ભ્રષ્‍ટાચાર હટાવવાની ઝુંબેશને વેગ મળે.

આ અંગે રાજુલા રેન્‍જ ઓફિસના અધિકારીઓ તેમજ અમરેલી ડીએફઓ કચેરીના અધિકારીઓ આ ભ્રષ્‍ટાચાર ખુલ્‍લો ન પડે અને તેમાં પોતે સંડોવાયેલા હોવાથી ઢાંકપિછોડો કરવામાં લાગી ગયા હોવાનું પણ અમારી જાણમાં આવેલ છે. તો આ સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલા ભરાય તેવી અમારી માંગ છે. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!