સમાચાર

બાબરા પંથકમાં તાપમાનનો પારો સતત ઉંચે જતાં જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

મુખ્‍ય બજારો અને હાઈ-વે સુમસામ બન્‍યા

બાબરા, તા.14

બાબરામાં તાપમાન ઉંચુ રહેતા જાહેર જીવનમાં અસર જોવા મળી રહી છે. ભારે તડકો અને          ઉકળાટના કારણે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહયા છે. જેના કારણે શહેરની બજારો અને હાઈ-વે સુમસામ બન્‍યા છે.

બાબરામાં છેલ્‍લા એક અઠવાડિયાથી તાપમાન સામાન્‍ય રહેતા લોકોએ રાહત અનુભવી હતી. પણ છેલ્‍લા બે-ત્રણ દિવસથી સૂર્યનારાયણ તેનો અસલી મિજાજ દેખાડતા હોય તેમ સવારના 11 વાગ્‍યાથી સાંજના 6 વાગ્‍યા સુધી તાપમાનનો પારો 4ર ડિગ્રી રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આકરી ગરમીના કારણે લોકો ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્‍યા છે. તેમજ અમુક રહીશોના જણાવ્‍યા અનુસાર ભારે ગરમીના કારણેઘરના એસી અને કાર એસી પણ કામ નથી કરતા ત્‍યારે હાલ તો લોકો ગરમીથી કયારે છૂટકારો મળશે તેની મીટ માંડીને બેઠા છે.

error: Content is protected !!