સમાચાર

ખેડૂતો આનંદો : ટીટોડીએ અગાસી પર ઈંડા મૂક્‍તયા

ખેડૂતો આનંદો : ટીટોડીએ અગાસી પર ઈંડા મૂક્‍તયા

ખેડૂતો આનંદો : ટીટોડીએ અગાસી પર ઈંડા મૂક્‍તયા

નજીકના દિવસોમાં વરસાદની આશાબંધાઈ

સાવરકુંડલા, તા.14

સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ એક ખાનગી બેંકની અગાસી પર ટીડોડીએ ઈંડા મુકતા નજીકના દિવસોમાં વરસાદની આશાસેવાઈ રહી છે. અહી બેંક નજીક અગાસી પર લાદી પાથરવાનું કાર્ય ચાલી રહયું હતું ત્‍યારે અહીના મિસ્‍ત્રી સંદીપભાઈ ચોંડીગરાને આ ઈંડા નજરે ચડયા હતા. ત્‍યારે એક લોક વાયકા અને દેશી વર્તારા મુજબ જો ટીડોડી અગાસી પર ધાબે કે નળિયે ઈંડા મુકે તો સમજવાનું કે આવનારા દિવસોમાં વરસાદનો જોર છે અને નજીકના દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્‍યારે આ એક દેશી વર્તારોયે અને આવી બધી નાના મોટા વર્તારાથી ખેડૂત પોતાનું ખેત કાર્ય કરતા હોય છે. ત્‍યારે સાવરકુંડલાના મહુવા રોડ પર ધાબામાં ટીટોડીએ ઈંડા મુકતા હાલ ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર છે અને વરસાદ પણ હવે નજીકના દિવસોમાં હોય તેવું જાણકારો માની રહયા છે.

error: Content is protected !!