સમાચાર

સુરત મુકામે વિદ્યાસભાનાં ભૂતપૂર્વવિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન યોજાયું

વિદ્યાસભા સંસ્‍થામાં અભ્‍યાસ કરી ચૂકેલા અને હાલ સુરતમાં રહેતા ભુતપુર્વ વિદ્યાર્થીઓનું સુરત મુકામે સ્‍નેહમિલન યોજાયુ. જેમ બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા. ર008થી વિદ્યાસભા સંસ્‍થાની શરૂઆતથી જે વિદ્યાર્થી વિદ્યાસભામાં અભ્‍યાસ કરી ચૂકયા હોય ધો-10 અને 1ર પૂર્ણ કરી અને હાલમાં નોકરીથી લઈ વેપાર ધંધાના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યાર્થીઓનું વિદ્યાસભા ભુતપૂર્વ વિદ્યાર્થી પરિવારનામે સંસ્‍થા કાર્યરત છે. સુરત મૂકામે સુરતની અંદર રહેતા ભુતપુર્વ વિદ્યાર્થીઓના સ્‍નેહમિલનનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો હતો. જેમાં સંસ્‍થાના પુર્વ સ્‍ટાફ આશિષભાઈ મહેતા, અશ્‍વિનભાઈ ખૂટ, ચેતનભાઈ કાલાવાડિયા, સંજયભાઈ સુખડિયા તેમજ ભુતપૂર્વ વિદ્યાર્થી પરિવારના કન્‍વીનર કિશનભાઈ ગજેરા અને જેમિશભાઈ ગજેરા પણ ઉપસ્‍થિત રહયા હતા. આ તકે સંસ્‍થાના કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાત્‍મક ઉદ્‌બોધન કર્યું હતું. આગામી દિવસોમાં વૈશ્‍વિક સ્‍તરે વિદ્યાસભાનો વિદ્યાર્થી વિસ્‍તરે એવા સંસ્‍થાના અને વિદ્યાસભા પરિવારના સહિયારા પ્રયાસો થાય તેમજ વિદ્યાર્થીએ મેળવેલું જ્ઞાન રાષ્‍ટ્રને સમર્પિત થાય એ દિશામાં સૌ કાર્યરત થાય તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. સર્વે ભૂતપુર્વ વિદ્યાર્થીઓ ઉત્‍સાહ અનેપ્રેરણા મેળવી ફરી વખત મળવાના કોલ સાથે છુટા પડયા હતા.

error: Content is protected !!