સમાચાર

કેન્‍દ્રીય મંત્રી રૂપાલા વર્ષો જૂના મિત્ર પલસાણાપરિવારનાં આંગણે

કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાના વર્ષો જૂના મિત્ર અને બીએડમાં સાથે અભ્‍યાસ કરનાર પલસાણા પરિવારની રૂપાલાએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. એમના મિત્ર દેવચંદભાઈ પલસાણા અમેરિકા જતા હોવાથી રૂપાલાએ જૂના દોસ્‍તને ભેટીને વિદેશ ગમનની શુભેચ્‍છાઓ પાઠવી હતી અને લાંબા સમય સુધી પરિવાર સાથે સમય વિતાવ્‍યો હતો અને સાથે બેસીને જૂના સંસ્‍મરણો તાજા કર્યા હતા. આ પ્રસંગે અશ્‍વિનભાઈ સાવલીયા, દેવચંદભાઈ પલસાણા, વેવાઈ ગોરધનભાઈ માંડલીયા, બ્રિજેશભાઈ પલસાણા (કેમ્‍પસ ડાયરેકટર, સંકુલ), રાજેશભાઈ કાબરીયા, વિશાલભાઈ રાદડીયા, ધર્મેશભાઈ માંડલીયા, મગનભાઈ વસોયા વગેરે સાથે રહયા હતા અને જૂની વાતો કરીને મિત્રોએ આનંદ માણ્‍યો હતો. રૂપાલાએ ખાસ દોસ્‍તના પરિવાર સાથે લગભગ અઢી કલાકનો સમય ગાળ્‍યો હતો અને રાત્રી ભોજન કરીને છૂટા પડયા હતા.

error: Content is protected !!