સમાચાર

પૂ. ભોજલરામબાપાનાં ર34માં પ્રાગટય મહોત્‍સવની તડામાર તૈયારી

“ભોજલધામ” ફતેપુર ગામે પ્રાતઃસ્‍મરણીય પૂજય ભોજલરામ બાપાનો ર34મો પ્રાગટય મહોત્‍સવ તા.18/પને શનિવારના રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવશે. ધરમના ધામ તણા આ ભોજલધામમાં દર વર્ષે પૂજય ભોજલરામ બાપાનો પ્રાગટય મહોત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહયો છે. દેશ વિદેશના લાખો ધર્મપ્રેમી શ્રઘ્‍ધાળુઓને પ્રેમ, ભકિત અને શ્રઘ્‍ધાનો પ્રસાદ ચખાડે છે. આ મહોત્‍સવમાં મુંબઈ, વાપી, સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગર તથા અમરેલી જિલ્‍લાના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો અને સંતો, મહંતો ખાસ હાજરી આપશે. ત્‍યારે ગુજરાતના તમામ દાહેણી જગ્‍યાના સંતો, મહંતોની ઉપસ્‍થિતિમાં દિવ્‍ય ધર્મસભા, શોભાયાત્રા, ઘ્‍વજારોહણ, પાદુકા પૂજન, ભોજન-પ્રસાદ, મહેમાનો તથા દાતાઓનું સન્‍માન, રાત્રીના 8:30 કલાકે સંતવાણી તથા લોકડાયરો જેમાં ગુજરાતની સ્‍વર સામ્રાજ્ઞી, સુપ્રસિઘ્‍ધ કલાકાર ફરીદામીર, સુરતનો બાળ કલાકાર અંકિત ખેતી તથા સુપ્રસિઘ્‍ધ લોકસાહિત્‍યકાર મનસુખભાઈ વસોયા જનમેદનીને ડોલાવશે. પ.પૂ. ભકિતરામ બાપુના સાનિઘ્‍ય તથા માર્ગદર્શનમાં યોજાનારા ર34માં પ્રાગટય મહોત્‍સવને સફળ બનાવવા દર વર્ષની માફક ગામે ગામ બનેલ શ્રી ભોજલરામ યુવા સેવા સંગઠનના 3000 ભાઈ બહેનો ભોજનપ્રસાદ તથાચા-પાણીની કામગીરી સંભાળશે. આ ધર્મોત્‍સવમાં સહપરિવાર, મિત્રમંડળ સહિત ધર્મલાભ લેવાનું જાહેર નિમંત્રણ ભોજલરામ મહંત ભકિતરામ બાપુ આપે છે.

 

error: Content is protected !!