સમાચાર

અમરેલીનાં સંવેદન ગૃપ ર્ેારા સાવરકુંડલા ખાતે હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ફિલ્‍મ શો યોજાયો

માનવ સેવા અને રાષ્‍ટ્ર ધર્મને વરેલ સંસ્‍થા સંવેદન ગૃપ અમરેલી ર્ેારા ધર્મ રક્ષક શુરવીર હમીરસિંહજી ગોહિલનાં બલિદાન દિવસ (વૈશાખ સુદ 9) નિમિત્તે સાવરકુંડલાનાં આંગણે ભભવીર હમીરજી સોમનાથની સખાતેભભ ફિલ્‍મ દર્શાવવામાં આવી. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય માનવ મંદિર આશ્રમનાં પૂ. શ્રી ભકિતરામબાપુ તથા કબીર ટેકરીનાં સાગર સાહેબનાં કરકમલે કરવામાં આવેલ. આ સાથે સાવરકુંડલાની જાણીતી સેવાભાવી સંસ્‍થાઓ (1) સદ્યભાવનાગૃપ (ર) વીર દાદા જસરાજ સેના (3) લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિર (4) સમર્પણ ગૌ સેવા સમિતિ (પ) શ્રી કૃષ્‍ણ ગૌશાળાનાં સંચાલકો-સ્‍વયં સેવકોનું સન્‍માન કરવામાં આવ્‍યું તેમજ વર્ષોથી સાતત્‍યપૂર્ણ રીતે નિસ્‍વાર્થ ભાવે તન- મન- ધનથી સેવા કરતાં પ મૂક સેવકોનું વિશિષ્ઠ સન્‍માન કરવામાં આવ્‍યું. જેમાં નેત્રદાન પ્રવૃતિ માટે મેહુલભાઈ વ્‍યાસ, હનુમાન ચાલીસાનાં પાઠ કરતાં કૌશિકગીરી ગોસાઈ, મફત નિદાન-સારવાર કરતાં ડો. જે. જી. તેરૈયા, બે પેઢીથી અન્‍નક્ષેત્ર ચલાવતાં મહેન્‍દ્રભાઈ ઉનડકટ તથાપક્ષીઓને ચણ-પોષણ માટે કાર્યરત સતિષભાઈ પાંડેને તેમનાં નિરપેક્ષ અને સંવેદના સભર સેવા કાર્ય માટે બિરદાવવામા આવ્‍યા હતાં. ઉપસ્‍થિત સૌએ હમીરસિંહજીની શૌર્ય ગાથાને પડદા પર સાકાર કરનાર અભિનેતા મૌલિકકુમાર પાઠકની ઉપસ્‍થિતિમાં શહીદ વીર હમીરજીને તેમના બલિદાન દિને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરના સંચાલક ભરતભાઈ જોષી તેમના ધર્મપત્‍ની ગીતાબેન જોષી, વીર દાદા જસરાજ સેનાનાં હિતેશભાઈ સરૈયા,   રાજુભાઈ નાગ્રેચા, પ્રવિણભાઈ સાવજ, પ્રણવભાઈ વસાણી, સમર્પણ ગૌશાળાનાં ખીરાદાદા, શ્રી કૃષ્‍ણ ગૌશાળાનાં બળવંતભાઈ મહેતા, નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ડી. કે. પટેલ, રાજુભાઈ દોશી, જીલ્‍લા ભાજપનાં મહામંત્રી કમલેશભાઈ કાનાણી, શહેર ભાજપના પ્રમુખ મયુરભાઈ ઠાકર, મહામંત્રી એ. બી. યાદવ, જયસુખભાઈ નાકરાણી, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, દિપકભાઈ મોરી, ભગત રવિકૃષ્‍ણ ફાઉન્‍ડેશનનાં મયુરભાઈ ખાચર, શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ હેમાંગભાઈ ગઢિયા, રાજપૂત યુવા સંઘના પ્રમુખ રામદેવસિંહ ગોહિલ, કબીર યુવા ગૃપના પ્રમુખ અરવિંદભાઈ મેવાડા, નગરપાલિકાનાં સદસ્‍ય ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ, ભાવેશભાઈ હિંગુ, હસુભાઈ ચાવડા, પ્રકાશભાઈ ગેડિયા, બિજલભાઈ બતાડા, અમરેલી જીલ્‍લા વિશ્‍વ હિન્‍દુપરિષદના મહામંત્રી મનુભાઈ વેકરિયા, પ્રો. શૈલેષભાઈ રવિયા, જયંતીભાઈ વાટલિયા, શરદભાઈ પંડયા, પિયુષાઈ મશરૂ, પટેલ એગ્રોવાળા ચેતનભાઈ કુંભાણી, વરૂણભાઈ કુંભાણી, અજંટા આઈસ્‍ક્રીમવાળા વિપુલભાઈ ગોહિલ, રાજુભાઈ ચૌહાણ (વિજપડી) બિપીનભાઈ, ભાભલુભાઈ, હરીભાઈ ભરવાડ, પ્રફુલ્‍લભાઈ ચુડાસમા, કેતન કેસૂર, લલિત મૈસુરિયા, મિલન બડમલિયા વગેરેએ ઉપસ્‍થિત રહી રૂડો સહયોગ આપ્‍યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ મહેતાએ કર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ભરત ચાવડા, મેહુલ વાઝા, મૂકેશ મંડોરા, અશોક પાટણવાલા, દિલીપ રંગપરા, ધર્મેન્‍દ્ર લલાડિયા, નૈષધ ચૌહાણ, પરેશ ધોળકિયા, કિશોર ત્રિવેદી, ચિરાગ ત્રિવેદી, હિતેન ડોડિયા, ભવ્‍ય તથા બંસલે જહેમત ઉઠાવી હતી. તેમ ગૃપનાં મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

error: Content is protected !!