MAY 2019 ઈ-પેપર

અમરેલીની ધરતીની હાલત વર્ણવતી તસ્‍વીર

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યાને સારા માર્ગો, સ્‍વચ્‍છતા કે ટ્રાફિકની સુવિધા આપવામાં પાલિકાના શાસકો સદંતર નિષ્‍ફળ સાબિત થયા છે. શહેરના કોલેજ ચોક, રાજમહેલ માર્ગ, પોસ્‍ટ ઓફિસ માર્ગ, સિવિલ હોસ્‍પિટલ માર્ગ, જૂના માર્કેટયાર્ડ માર્ગ સહિતનામહત્‍વના લગભગ તમામ માર્ગો પર ગંદકીના ઢગલાઓ, મસમોટા ખાડાઓ, ખુલ્‍લી ગટરો, રખડતા પશુઓ સહિતની સમસ્‍યા વિકરાળ બની હોય રાજકીય આગેવાનો વિકાસની વાતોમાં અને અધિકારીઓ વિકાસની બેઠકોમાં વ્‍યસ્‍ત જોવા મળી રહયા છે. શહેરની દોઢ લાખની જનસંખ્‍યા વચ્‍ચે દોઢ હજાર જેટલા કહેવાતા આગેવાનો શહેરમાં ફરતા જોવા મળે છે પરંતુ, એક પણ આગેવાન શહેરની સમસ્‍યા દૂર કરવા માટે આગળ આવતા નથી અને અધિકારીઓ પણ કોઈ મહત્‍વના આગેવાન સૂચના આપે પછી જ શહેરની સમસ્‍યા દૂર કરવાની રાહ જોઈ રહયા હોય તેવું ચિત્ર સ્‍પષ્‍ટ થઈ રહયું છે.

error: Content is protected !!