Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીમાં ગુરૂવારે નાગનાથ મહાદેવનો 201મો પાટોત્‍સવ

નાગનાથનાં ભકતોમાં અનેરો ઉત્‍સાહ
અમરેલીમાં ગુરૂવારે નાગનાથ મહાદેવનો 201મો પાટોત્‍સવ
અલૌકિક દર્શન, વરણાંગી અને મહાઆરતી અને મહાપ્રસાદનું કરાયું આયોજન
અમરેલી, તા. 13
અમરેલી સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સુપ્રસિઘ્‍ધ સ્‍વયંભુ પ્રગટ થયેલ નાગનાથ મહાદેવનો ર01મો પાટોત્‍સવ આગામી ગુરૂવારે આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવાશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંજના 6 કલાકે શહેરનાં રાજમાર્ગો પર નાગનાથ મહાદેવની વરણાંગી નીકળશે. જેમાં હજારો શિવભકતો જોડાશે. સાંજે 7-30 કલાકે નાગનાથ મંદિરમાં મહાઆરતી યોજાશે અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
પાટોત્‍સવ નિમિતે યોજાનારા તમામધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા આયોજકો ઘ્‍વારા તમામ શિવભકતોને અનુરોધ કરવામાં આવેલ છે.

error: Content is protected !!