Amreli Express

Daily News Papers

સમાચાર

પવિત્ર ગણાતા વ્‍યવસાયનું વ્‍યાપારીકરણ કરવામાં આવ્‍યું : અમરેલી શહેરમાં નિયમોનો ઉલાળીયો કરતી ખાનગી શાળાઓ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન જે.પી. સોજીત્રાએ ખાનગી શાળાની વિગતો માંગતા ખળભળાટ
અમરેલી, તા. 13
અમરેલી શહેરમાં બિલાડીનાં ટોપની જેમ ફુટી નીકળેલ ખાનગી શાળાઓમાં તમામ નિયમોનો ઉલાળીયો કરવામાં આવતો હોય શિક્ષણ સમિતિનાં ચેરમેન જે.પી. સોજીત્રાએ માહિતી અધિકાર અધિનિયમ મુજબ ખાનગી શાળાઓની વિગતો માંગતા ખળભળાટ મચી ગયો છે.
અમરેલી શહેરમાં ધમધમતી મોટાભાગની ખાનગી શાળાઓમાં રમતગમતનું મેદાન નથી, ઉચ્‍ચ શિક્ષણ ફી, લાયકાત વગરનાં શિક્ષકો, શાળાનાં ઓરડા સહિત તમામમાં નિયમોનો ઉલાળીયો થઈ રહૃાો છે.
જો જવાબદાર અધિકારી સ્‍થળ પરિક્ષણ કરે તો મોટાભાગની શાળાને અલીગઢી તાળા લાગી જાય અને સ્‍થળ પરિક્ષણ કર્યા પછી જ શાળાની મંજુરી આપે તો એકપણ શાળાને મંજુરી ન મળે તે હકીકત છે.
અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં ચેરમેન જે.પી. સોજીત્રા ઘ્‍વારા અમરેલી શહેરની જુદી-જુદી ખાનગી પ્રાથમિક શાળાઓની તમામ માહિતી માહિતી અધિકાર અધિનિયમ-ર00પ મુજબજિલ્‍લા શિક્ષણાધિકારી અમરેલી પાસે માંગવામાં આવેલ છે. આ માહિતીથી અમરેલી શહેરમાં ચાલતી ખાનગી પ્રાથમિક શાળાઓમાં લેવાતી તોતીંગ ફી અને લાયકાત વગરનાં શિક્ષકો ઘ્‍વારા અપાતા શિક્ષણથી વિદ્યાર્થીઓનાં ભવિષ્‍ય સાથે ચેડા થવાની સંભાવના છે. તેમજ શાળાઓમાં લાયકાતવાળા શિક્ષકોને આપવામાં આવતાં પગાર અંગે આર્થિક શોષણ થતું હોય જે બાળકોનાં ભણતર ઉપર પણ અસર થવા પામે છે.
જેથી વાલીઓ ખાનગી શાળાનાં મોહ છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં લાયકાતવાળા શિક્ષકો ઘ્‍વારા અપાતા શિક્ષણ તથા તદન ફીમાં અભ્‍યાસ તેમજ સરકાર ઘ્‍વારા જુદી-જુદી શિષ્‍યવૃત્તિ તથા લાભો મળી રહે તે હેતુસર દરેક વાલીઓનાં હિતમાં આ માહિતી માંગવામાં આવેલ છે. તેમ ચેરમેન જે.પી. સોજીત્રાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!